ગુલાબનગર વિસ્તારમાં યુવાન પર લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો
12:52 PM Jan 06, 2025 IST
|
Bhumika
Advertisement
જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતા એક યુવાન પર ચાર શખ્સોએ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
Advertisement
જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.જામનગરમાં ગુલાબનગર વિસ્તાર નજીક પ્રભાત નગર શેરી નંબર -1 માં રહેતા સુલતાનભાઇ ઇશાકભાઈ હાલાણી નામના 40 વર્ષના સુમરા યુવાને પોતાના ઉપર લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે રાજપાર્ક વિસ્તારમાં રહેતા ફૈઝલ ખેરાણી, કાસમ ખેરાણી, મોહસીન ખેરાણી અને અકરમ ખેરાણી સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી ફૈઝલ ફરિયાદી યુવાનની પત્નીને ફોન અને મેસેજ કરતો હોવાથી તેને ના પાડવા જતાં ઉસકેરાઈ જઈ આ હુમલો કરાયાનું પોલીસ જાહેર થયું છે.