ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વાંકાનેરના ખખાણામાં નાના ભાઇના ઝઘડામાં યુવાન ઉપર હુમલો : બાઇક CCTVમાં તોડફોડ

01:41 PM Jun 11, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

રાજા વડલામાં નાના ભાઇએ બાઇક નહીં આપતા નસેડી મોટા ભાઇએ માર માર્યો

Advertisement

વાંકાનેરનાં ખખાણા ગામે નાના ભાઇનાં ઝઘડામા મોટા ભાઇ પર પાંચ શખસોએ છરી - પાઇપ વડે હુમલો કરી બાઇક અને કારખાનાનાં સીસીટીવીમા તોડફોડ કરી હોવાનાં આક્ષેપ સાથે યુવકને સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરનાં ખખાણામા રહેતા સુરેશ સામતભાઇ ડાભી (ઉ.વ. 33) રંગીલા નવાગામમા આવેલ હરી ઓમ કાસ્ટીંગ કારખાને હતો ત્યારે વિજય ડાભી, દેવરાજ, મુકેશ, અને શિવા સહીતનાં શખસોએ ઝઘડો કરી છરી - પાઇપ વડે હુમલો કર્યો હતો. હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડાયો હતો. પ્રાથમીક તપાસમા સુરેશ ડાભીનાં નાના ભાઇ સંજયની દિપક સાથે ઝઘડો થયો હતો જે ઝઘડાનો ખાર રાખી હુમલો કર્યો હોવાનો અને બાઇક તેમજ કારખાનાનાં સીસીટીવીમા તોડફોડ કરી હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે.

વાંકાનેરનાં રાજા વડલા ગામે રહેતા અજય રાજેશભાઇ દલસાણીયા (ઉ.વ. 18) બપોરનાં એકાદ વાગ્યાનાં અરસામા પોતાનાં ઘરે હતો ત્યારે મોટા ભાઇ લાલજીએ છરી અને પાઇપ વડે માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરાયો હતો. પ્રાથમીક પુછપરછમા હુમલાખોર લાલજી દલસાણીયાએ દારૂનાં નશામા બાઇક માંગતા અજય દલસાણીયાએ બાઇક આપવાની ના પાડતા હુમલો કર્યો હોવાનુ જાણવા મળ્યુ છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
crimegujaratgujarat newsWankanerWankaner news
Advertisement
Advertisement