લખતર પંથકમાં ભાઇના પ્રેમ પ્રકરણમાં યુવાન ઉપર મામા સહિતના શખ્સોનો હુમલો
લખતરના તલસાણા ગામે રહેતો યુવાન ઓડેક ગામે હતો ત્યારે ભાઇના પ્રેમ પ્રકરણમા મામા સહીતના શખ્સોએ યુવાન પર છરી, ધારીયા અને ધોકા વડે હુમલો કરી માર માર્યો હતો. હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામા આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ લખતરના તલસાણા ગામે રહેતો મયુર મોહનભાઇ રાઠોડ નામનો ર7 વર્ષનો યુવાન ઓડેક ગામે તેના મામા જગદીશ ભાઇના ઘરે હતો ત્યારે મામા રતનસિંહ સહીતના શખસોએ છરી, ધારીયા અને ધોકા વડે માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. પ્રાથમીક પુછપરછમા મયુર રાઠોડનો ભાઇ અગાઉ તેના મામાના સબંધીની પુત્રીને ભગાડી ગયો હતો જેનો ખાર રાખીને હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે.
બીજા બનાવમા સુરેન્દ્રનગરમા આવેલા લક્ષ્મીનગરમા રહેતી રેશમાબેન ઉર્ફે પુજાબેન ચેતનસિંહ ઝાલા નામની 34 વર્ષની પરણીતા પોતાના ઘરે હતી ત્યારે ભાણેજ જમાઇ સદામ હબીબ મીરે છરી વડે હુમલો કર્યો હતો. હુમલામા ઘવાયેલી પરણીતાને સારવાર માટે રાજકોટ ખસેડવામા આવી હતી. પ્રાથમીક પુછપરછમા હુમલાખોર સદામની પત્ની તનુ ઘરેથી ભાગી ગઇ હતી. જેથી સદામ રેશમાબેનના ઘરે ગયો હતો અને તનુ તારા ઘરે છે તેવી શંકા કરી હુમલો કર્યો હોવાનુ જાણવા મળ્યુ છે. ઉ5રોકત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.