મોટામવા પાસે યુવાન પર મિત્રના પિતા અને બનેવી સહિતનાનો હુમલો
04:22 PM May 28, 2025 IST
|
Bhumika
Advertisement
શહેરના મોટામવા પાસે યુવાન પર મિત્રના પિતા અને બનેવી સહિતના શખ્સોએ પથ્થર વડે હુમલો કરી માર મારતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જાણવા મળતી વિગત મુજબ, કાલાવડ તાલુકાના નિકાવા ગામે રહેતો નિખીલ ભરતભાઈ ટાકોદ્રા (ઉ.27) નામનો યુવાન ગઈકાલે રાત્રે તેના મિત્ર હિતેશ પ્રેમજીની ઈકો ગાડીમાં બેસી રાજકોટ આવતો હતો ત્યારે મોટામવા પાસે પહોંચતાં તેના મિત્ર હિતેશના પિતા પ્રેમજીભાઈ અને હિતેશના બનેવી દીપુ અને તેની સાથેના અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી પથ્થર વડે માર મારતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં નિખીલે તેના મિત્ર હિતેશ પાસેથી ઈકો ગાડી લીધી હોય જે હિતેશના પિતાને સારું ન લાગતાં હુમલો કર્યાનું જણાવ્યું હતું. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement
Next Article
Advertisement