તું જયાં ભેગી થઇશ ત્યાં છરીના ઘા ઝીંકી દઇશ, મહિલાને પૂર્વ પતિની ધમકી
વિરસાવરકર નગર આવાસ યોજના કવાર્ટરમાં રહેતા ભુમીકાબેન હિમાંશુભાઇ નિમાવત(ઉ.વ.38)ને તેમના પૂર્વ પતિ મિતેષ ભરત મેસવાણીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.ભૂમિકાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, આજથી બારેક વર્ષ પહેલા મે મિતેષભાઇ ભરતભાઇ મેસવાણીયા(રહે.કમળાપુર,જસદણ) સાથે લગ્ન કર્યા હતા.બાદ પતિ પત્નિ વચ્ચે અણબનાવ બનતા આજથી દસેક વર્ષ પહેલા મિતેષભાઇ સાથે મે છુટાછેડા લીધેલ હતા. અને બાદ મે હિમાંશુભાઈ નિમાવત સાથે બીજા લગ્ન કરેલ હતા.
ગઇ તા.06/08/2025ના સવારના અગિયારેક વાગ્યાના અરસામા હુ મારા ઉપરોકત ઘરે હતી ત્યારે મારા મોબાઇલ પર મિતેષભાઈ ભરતભાઈ મેસવાણીયાનો ફોન આવેલ અને અગાઉના લગ્નજીવન બાબતે ખાર રાખી મને કહેવા લાગેલ કે તુ અત્યારે મારા ઘરે આવ એટલે તને ખબર પાડુ તેમ કહી મને ગાળો આપેલ અને મને કહેલ કે તુ જયાં ભેગી થાઈશ ત્યાં તને છરીના ઘોદા મારી દેવા છે અને તારા ભાઈ તથા તારા બાપને પણ પતાવી દેવા છે તેવી ધમકીઓ આપી હતી.
જેથી અમો ડરી જતા ફોન કાંપી નાંખેલ હતો આમ આ મિતેષભાઇ ભરતભાઇ મેસવાણીયા સાથે મારે છુટાછેડા થઇ ગયેલ હોવા છતા પણ મને અવારનવાર ફોન કરીને અગાઉના ઝઘડાઓ યાદ કરીને હેરાન પરેશાન કરે છે.આ અંગે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતું.