‘તું અમારી જમીન જોઇને આવી છો’ રાજકોટ માવતરે આવેલી પરિણીતાને સાસરિયાઓનો ત્રાસ
શિતલ પાર્ક ચોકડીએ શહીદ સુખદેવ ટાઉનશીપમાં રહેતા રીંકલ હિતેશભાઈ વડાલીયા(ઉ.વ.33)એ ફરિયાદમાં પતિ હિતેશ રણછોડ,સસરા રણછોડ છગન,સાસુ લલિતાબેન રણછોડભાઈ,નણંદ દીપ્તિબેન સંદીપ વૈષ્નાણી, કાકાજી જગદીશભાઈ છગનભાઈ અને કાકીજી અમિતાબેનનું નામ આપતા તેમની સામે ફરિયાદ નોંધાઈ હતી.
રીંકલે ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓના લગ્ન 2015ની સાલમાં થયા હતા.તેમને સંતાનમાં એક નવ વર્ષનો પુત્ર છે.
સાસુ સસરા જે ભાયાવદર રહી નિવૃત જીવન જીવે છે.પતિ વેપાર કરે છે.લગ્ન જીવન બાદ ભાયાવદરના જામટિબડી ખાતે પંદર દિવસ રોકાયા હતા.લગ્નના ચોથા દિવસે જ સાસુ કહેવા લાગ્યા કે તું અમારી જમીન જોઈને આવી છો તને તારા પિયર વાળાને તો કંઈ નથી.રસોઇ બનાવતા આવડતી નથી એમ કહી મહેણાં મારતા હતા.સાસુ સસરા પતિને સમજાવવાના બદલે પતિનો સાથ આપતા હતા.ઝઘડાને કારણે પતિ સાથે તેઓ રાજકોટ રહેવા આવતા રહ્યા હતા.ત્યારબાદ લગ્ન જીવન ચાર વર્ષ સારી રીતે ચાલ્યું હતું.બાદમાં પતિ કહેતા કે તારે મારા માતા પિતા અને બહેન કહે તેમ જ કરવાનું રહેશે.તેમજ તેઓ ચારિત્ર્ય અંગે શંકા કરતા હતા.
જ્યારે ફરિયાદી પરિણીતા ઘરે હાજર ન હોય ત્યારે પતિ અન્ય સ્ત્રીને ઘરે બોલાવતા હતા અને ક્યારેક દારૂૂ પીને ઘરે આવતા હતા અને મન ફાવે તેમ વર્તન કરતા હતા. તેમને સંતાન હોવાથી આ બધું સહન કરતી હતી.બાદમાં ઝઘડો નહીં કરે તેવો સમજૂતી કરાર પણ કરેલ હતો.પરંતુ પતિ સમજૂતી કરારની જેમ રહ્યો નહીં.નણંદ કહેતા કે આ બાળક મારા ભાઈનું નથી તેમ ત્રાસ આપતા હતા.આ મામલે સાસરિયાઓના ત્રાસથી કંટાળી મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.