જનકલ્યાણ સોસાયટીમાંથી મહિલા સંચાલિત જુગાર ધામ ઝડપાયું, નવ મહિલાઓ પકડાઇ
રાજકોટ શહેરના ન્યુ જાગનાથમાં જનકલ્યાણ સોસાયટીમાં સમીર મકાનમાં મહિલાઓ દ્વારા જુગાર રમાતો હોવાની બાતમી મળતા એ ડિવિઝન પોલીસના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતી નવ મહિલાઓ ઝડપાઇ હતી.
એ ડિવિઝન પોલીસના પીઆઇ બી.વી.બોરીસાગરની રાહબરીમાં પીએસઆઇ એસ.એમ.રાણા, કનુભાઈ બસિયા સહિતના સ્ટાફે બાતમીને આધારે દરોડો પાડી રૂૂપલબેન સમીરભાઇ મનુભાઈ પટેલ(રહે. 27 ન્યુ. જાગનાથ સમીર મકાન રાજકોટ),વર્ષાબેન બીપીનભાઇ છગનભાઈ વાછાણી,ભારતીબેન કિશોરભાઇ પરસોતમભાઇ ચાગેલા, કંચનબેન દુર્ગેશભાઇ ભગવાનજીભાઇ કાલરીયા, રંજબબેન આયુશભાઇ પોપટભાઇ કાલરીયા, માધુરીબેન નરેંદ્રભાઇ ધીરૂૂભાઇ કનેરીયા, સરોજબેન શૈલેષભાઇ લાખાભાઇ કનેરીયા, સોનલબેન અશોકભાઇ ધનશ્યામભાઇ ફળદુ અને રસીલાબેન પ્રવીણભાઇ ટપુભાઈ જાગાણીને ઝડપી રૂૂ.14,500નો મુદ્દામાલ ઝડપી લીધો હતો.
જ્યારે બીજા બનાવમાં રૈયાધાર સુખદેવસિંહ ટાઉનશીપની સામે મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે યુનિવર્સીટી પોલીસના હેડકોન્સ્ટેબલ વિરદેવસિંહ જાડેજા અને સ્ટાફના મૈસુરભાઈ સહિતના સ્ટાફે દરોડા પાડી જુગાર રમતા મહેન્દ્રભાઇ કેશુભાઈ કલાડીયા, આકાશભાઇ સુનીલભાઈ વઢવાણીયા, દિલીપભાઇ પીયુષભાઇ સોલંકી,મનોજભાઇ કેશુભાઇ કલાડીયા અને મુકેશભાઈ નાગેશ્વરપ્રસાદ બિહારીને ઝડપી લઇ 15 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.