પટેલ કોલોનીમાંથી મહિલા સંચાલિત કૂટણખાનું ઝડપાયું
જામનગર શહેરમાં પટેલ કોલોની જેવા પોષ વિસ્તારમાંથી એક મહિલા સંચાલિત કુટણખાનું ઝડપાતાં ભારે ચકચાર જાગી છે. પુરુષ ગ્રાહકોને હવસ સંતોષવા માટે રાજ્ય બહારથી કેટલીક મહિલાઓને બોલાવીને ગ્રાહકોની હવસ સંતોષવામાં આવતી હોવાની બાતમીના આધારે પોલીસે પાડેલા દરોડામાં મહિલા સંચાલકની સાથે બે પુરુષ ગ્રાહકો પણ મળી આવ્યા છે. જે તમામ સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. આ દરોડા ને લઈને ભારે ચકચાર જાગી છે.
જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જે.એન. ઝાલા ની હાજરીમાં પાડવામાં આવેલા આ દરોડા ની વિગત એવી છે કે જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં શેરી નંબર- 9 ના છેડે યાદવ પાનની બાજુની શેરીમાં આવેલા ચિરાગ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં 1 નંબરના ફ્લેટમાં ભાડાનું મકાન રાખીને રહેતી બેન સોની (ઉંમર વર્ષ 50) કે જે પોતાના ભાડા ના ફ્લેટમાં પુરુષ ગ્રાહકોની હવસ સંતોષવા માટે બહારથી સ્ત્રીઓને મંગાવીને કુટણખાનું ચલાવી રહી છે.
જે ચોક્કસ બાતમી ના આધારે ગઈકાલે રવિવારે બપોરે 4.30 વાગ્યાના અરસામાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસના દરોડા દરમિયાન મહિલા સંચાલક બેન સોની દ્વારા બે પુરુષ ગ્રાહકો, કે જે જામનગરમાં વિકાસગ્રહ રોડ પર રહેતા નિતેશ શાંતિલાલ વસા જૈન વાણીયા (54 વર્ષ ) તેમજ જામનગરના ધરાર નગર વિસ્તારમાં રહેતા ફિરોજ અબ્દુલભાઈ ચૌહાણ (35 વર્ષ) અલગ અલગ રૂૂમમાં બે સ્ત્રીઓની સાથે શરીર માણી રહેલા મળી આવ્યા હતા.
જે બંને સ્ત્રીઓને અન્ય રાજ્યમાંથી વેશ્યાવૃત્તિ નું નેટવર્ક ચલાવવા માટે અને પુરુષ ગ્રાહકોની હવસ સંતોષવા માટે આયાત કરવામાં આવી હતી, અને 1,000 થી વધુ ની રકમ પ્રત્યેક પાસે ઉઘરાવીને હવસ સંતોષોમાં આવતી હતી. જેમાં અમુક રકમ સંચાલક મહિલા પોતાની પાસે રાખતી હતી, જ્યારે બાકી ની રકમ બહારથી આયાત થયેલી સ્ત્રીઓને અપાતી હતી. પોલીસે પાડેલા દરોડા દરમિયાન મળી આવેલા બંને પુરુષ ગ્રાહકો તેમજ સંચાલક મહિલા બેન સોની ત્રણેય સામે જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે, અને સરકાર તરફે સીટી બી. ડિવિઝનના મહિલા એ.એસ.આઈ. પ્રિન્સાબેન કેતનભાઇ ગુઢકા ફરિયાદી બન્યા છે, જેમાં ત્રણેય સામે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956 ની કલમ 3(1), 4 (1) અને પ (1-એ) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે, અને બનાવના સ્થળેથી રોકડ રકમ સહિતનું સાહિત્ય અને મોબાઈલ ફોન વગેરે મળી 35,020 ની માલમત્તા કબજે કરી લેવામાં આવી છે. પોલીસની આદરોડાની કાર્યવાહી સમયે આસપાસના વિસ્તારના લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું.