ખંભાળિયાના વિંઝલપરમાં ભેંસ બાંધવા બાબતે મહિલાને મારી નાખવાની ધમકી
ખંભાળિયા તાલુકાના વિંઝલપર ગામે રહેતા મંજુબેન સંજયભાઈ ડેર નામના મહિલા સાથે ભેંસ બાંધવા બાબતે બોલાચાલી કરી અને આ જ વિસ્તારમાં રહેતા ખીમા કાના ડેર, અરજણ કાના ડેર અને સુમિત અરજણ ડેર નામના ત્રણ શખ્સોએ એકસંપ કરીને ફરિયાદી મંજુબેનને ફડાકા ઝીંકી દીધા હતા.આટલું જ નહીં, આરોપીઓએ બિભત્સ ગાળો કાઢી, ઢીકાપાટુનો માર મારી, જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા આ સમગ્ર મામલે ખંભાળિયા પોલીસે ત્રણેય શખ્સો સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં રહેતા દેવદાસ ધીરુ લુણા નામના 28 વર્ષના શખ્સને પોલીસે રૂૂ. 4,000 ની કિંમતની વિદેશી દારૂૂની 10 બોટલ સાથે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં ભાણવડ તાલુકાના મોરઝર ગામના વિજય બગડા નામના શખ્સનું નામ પણ ખુલવા પામ્યું છે.
ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા મુસ્તાક ઓસમાણ સંઘાર (ઉ.વ. 34) અને સલાયા ગામના સીદીક અજીજ મોડા (ઉ.વ. 32) નામના બે માછીમારો દ્વારા પૂર્વ પરવાનગી વગર દરિયામાં માછીમારી કરવા જઈ, હાલ ચોમાસાની ઋતુમાં માછીમારી કરવા પર પ્રતિબંધ અંગેના જાહેરનામાનો ભંગ કરવા પોલીસે જુદી જુદી કલમ હેઠળ બંને શખ્સો સામે કાર્યવાહી કરી હતી.