લોકો કોલોનીમાં CNW ઓફિસમાં મહિલાને પૂર્વ પ્રેમીએ ધોકાથી હુમલો કરી ગળુ દબાવ્યું
શહેરના રેલવે સ્ટેશન પાછળ લોકો કોલોનીમાં આવેલી રેલવેની ઈગઠઓફિસમાં નોકરી કરતી ખલાસી મહિલાને તેના પૂર્વ પ્રેમીએ ધોકાથી હુમલો કરી ગળુ દબાવી દેતા ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મૈત્રી કરાર તોડી નાખ્યા હોવા છતા પૂર્વ પ્રેમીએ આવી મોબાઇલ ચેક કરવા માંગી હુમલો કર્યાનું મહિલાએ જણાવ્યું હતું આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ રેલવે લોકો કોલોનીમાં રહેતા અને ખલાસી તરીકે રેલવમાં નોકરી કરતા નીમુબેન રાજુભાઇ મજેઠીયા (ઉ.વ.42)નામના મહિલા આજે સવારે લોકો કોલીનીમાં આવેલી CNW ઓફિસમાં હતા ત્યારે તેની સાથે જ કામ કરતા તેના પૂર્વ પ્રેમી પ્રકાશે આવી ધોકા વડે મારમારી ગળાચીપ આપી હતી. જેથી તેઓ પડી જતા માથાના ભાગે તથા શરીરે ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાથમિક તપાસમાં નિમુબેનને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. તેમના પતિ હયાત નથી.તેઓએ ત્રણ વર્ષથી પ્રકાશ સાથે મૈત્રી કરાર કર્યા હોય દરમિયાન ચાર મહિના પહેલા સંબંધ તોડી નાખ્યો હતો. આમ છતા આજે પ્રકાશે ઓફિસમાં આવી તેનો મોબાઇલ ચેક કરવા માટે માંગયો હતો. જેથી નિમુબેનને મોબાઇલ આપવાની ના પાડતા પ્રકાશે ઉશ્કેરાઇ જઇઝઘડો કરી હુમલો કર્યો હોવાનુ જણાવ્યુ હતુ. આ ઉપરાંત નિમુબેને લોન ઉપાડીને પ્રકાશને રૂા.6 લાખ આપેલા હોય જે તેની પાસેથી લેવાના હોવાનુ પણ જણાવ્યુ હતું. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.