પૂણેમાં પાર્ક કરાયેલી બસમાં મહિલા પર બળાત્કાર: તોડફોડ
પુણેના સ્વારગેટ બસ સ્ટેન્ડ પર પાર્ક કરેલી મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC)ની બસની અંદર 26 વર્ષીય મહિલા પર કથિત રીતે બળાત્કાર ગુજાર્યા બાદ મોટાપાયે શોધખોળ ચાલી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ, દત્તાત્રય ગાડે તરીકે ઓળખાયેલ આરોપી, તેની સામે ચોરી અને ચેઈન-સ્નેચિંગના કેસ નોંધાયેલો અગાઉનો ગુનાહિત રેકોર્ડ ધરાવે છે. આરોપીને પકડવા 8 ટીમોની રચના કરવામાં આવી છે અને તેના માટે એક લાખનું ઈનામ જાહેર કરાયું છે.
આ ઘટના મંગળવારે વહેલી સવારે બની જ્યારે મહિલા સવારે 5.30 વાગ્યાની આસપાસ એક પ્લેટફોર્મ પર પૈઠણ જતી બસની રાહ જોઈ રહી હતી. એક માણસ તેની પાસે આવ્યો અને દાવો કર્યો કે તેની બસ બીજા પ્લેટફોર્મ પર આવી છે.
તેના પર વિશ્વાસ રાખીને, તેણી MSRTC ડેપોના વિશાળ પરિસરમાં એકાંત સ્થળે પાર્ક કરેલી ખાલી બસમાં તેની પાછળ ગઈ. જ્યારે તેણી બસમાં ચઢી, ત્યારે આરોપી તેની પાછળ ગયો અને અંધકારની આડમાં ઘટનાસ્થળેથી ભાગી જતા પહેલા તેના પર કથિત રીતે બળાત્કાર ગુજાર્યો.
સત્તાવાળાઓએ સીસીટીવી ફૂટેજ દ્વારા આરોપીની ઓળખ કરી હતી, અને તેને શોધી કાઢવા અને પકડવા માટે અનેક પોલીસ ટીમો તૈનાત કરવામાં આવી છે, સ્વારગેટ પોલીસ સ્ટેશનના અધિકારીએ પુષ્ટિ આપી હતી.
આ ઘટના બાદ સત્તાવાળાઓએ સ્વારગેટ બસ ડેપોમાં સુરક્ષાની ખામીઓ અંગે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે બસ સ્ટેન્ડ પર તૈનાત 23 જેટલા સુરક્ષા ગાર્ડને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે.
સ્વારગેટ ડેપો મેનેજર અને ટ્રાફિક કંટ્રોલર સામે પણ તપાસ શરૂૂ કરવામાં આવી છે. તેમની જવાબદારી અંગેનો વિગતવાર અહેવાલ એક સપ્તાહમાં ટ્રાન્સપોર્ટ કમિશનરને સુપરત કરવામાં આવશે, જેના આધારે આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે.
દરમિયાન આ ઘટનાથી ભારે રોષ ફેલાયો છે. શિવસેના (ઞઇઝ)ના કાર્યકરોના એક જૂથે સ્વારગેટ બસ સ્ટેન્ડ પરના સિક્યોરિટી ગાર્ડની કેબિનમાં તોડફોડ કરી, કથિત બેદરકારીનો વિરોધ કર્યો જેના કારણે આ ગુનો થયો. કેટલાક કાર્યકરોએ સુરક્ષા કાર્યાલયની અંદરની બારી અને ફર્નિચર તોડી નાખ્યા હતા જ્યારે મહિલા કાર્યકર્તાઓએ આ ઘટના અંગે ભાજપની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.