પતિના અવસાન બાદ ન્યુ કોલેજવાડીના મહિલાને સાસુ-સસરા સહિતનાનો ત્રાસ
કાલાવડ રોડ ન્યુ કોલેજ વાડી મેઇન રોડ ભાગીરથી લીલા માં રહેતા કિન્નરીબેન સંજયભાઈ જોશી(ઉ.46)એ તેમના સાસુ પુષ્પાબેન પ્રવિણચંદ્ર જોષી, સસરા- પ્રવિણચંદ્ર લીલાધર ભાઇ, દિયર રવિન્દ્રભાઇ પ્રવિણચંદ્ર, નણંદ જાનકીબેન ધવલભાઈ, નણદોય ધવલભાઇ પ્રસન્નભાઈ (રહે- નં 1 થી 3 ભાગીરથીલીલા ન્યુ કોલેજવાડી મે. રોડ, અમુલપાર્લર ની બાજુમા, કાલાવાડ રોડ, રાજકોટ તેમજ નણંદ અને નંણદોયા સ્કાયવન બોપલ રોડ અમદાવાદ વાળા)વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
કિન્નરીબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓના લગ્ન 25 વર્ષ પહેલા સંજય પ્રવિણચંદ્ર જોષી સાથે મહારાષ્ટ્ર ખાતે થયેલ અને આ લગ્નજીવનથી મારે સંતાનમા બે દિકરીઓ છે.પતિનુ આશરે એક વર્ષ પહેલા કેન્સરના કારણે અવાસાન થયેલ છે.લગ્ન બાદ સંયુક્ત પરીવારમા રહેતા હતા અને અમો છેલ્લા 25 વર્ષથી અમો બધા સંયુક્ત પરીવારમા રહીએ છીએ અને એકાદ વર્ષ પહેલા મારા પતિને અન્નનળીનુ કેન્સર હોય જેથી એકાદ વર્ષ પહેલા અવસાન પામેલ હોય બાદ મારા સાસુ પુષ્પાબે ન પ્રવિણચંદ્ર જોષી,સસરા પ્રવિણચંદ્ર લીલાધરભાઇ જોષી,દિયર-રવિન્દ્રભાઇ પ્રવિણચંદ્ર જોષી અમો બધા સાથે રહેતા હોય તેઓ મારા પતિના અવસાન બાદ તેઓ અમોને ઘરની નાની નાની વાતમા ઝગડાઓ કરી શારિરીક-માનસિક દુ:ખ ત્રાસ આપવા લાગેલ અને આશરે છએક મહિના પહેલા મે રસોઈ બનાવેલ હોય તો સાસુ સસરા એ મે બનાવેલ 2સોઇ જમેલ નહી અને મને રસોઈ ફેકી દેવાની વાત કરેલ અને કહેલ કે અવેથી તુ તારી અને તારી છોકરીઓની રસોઇ બનાવજે અમે અમારુ કરી લઇશુ.
અને નણંદ જાનકીબેન ધવલભાઈ જોષી તથા નણદોયા ધવલભાઇ પ્રસન્નભાઈ જોષી અવાર-નવાર અમારા ઘરે આવતા અને મારા પતિના ગયા બાદ મારા સાસુ સસરાને અમારા વિરુધમા ચડામણી કરતા અને અમો ને અને અમારી દિકરીઓને ઘરમાથી કાઢવા અમારી સાથે ઝઘડાઓ કરતા અને અમો કોઇ પ્રસંગમાં બહાર ગયેલ હોય ત્યારે મારા સાસુ ઘરનો મેઇન દરવાજો બંધ કરી દેતા અને અમો ઘરે જઇએ તો તેઓ દરવાજો ખોલતા નહી અને કહેતા કે ટાઇમે ઘરે આવતુ રહેવાનુ અને એકવાર સાસુ-સસરાએ ગેસની લાઇન બંધ કરી દીધી હતી.જેથી આ સાસરિયાના ત્રાસથી કંટાળી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.