ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મનહર પ્લોટની મહિલાની દસ લોકો સાથે બે કરોડની ઠગાઇ

05:42 PM Aug 28, 2025 IST | Bhumika
Advertisement

ઇમિટેશનની દુકાન ધરાવતી મહિલાએ વૃધ્ધ સાથે દુકાનનો સોદો કરી 1.05 કરોડની ઠગાઇ આચરી

Advertisement

રાજકોટના દિવાનપરામાં ઇમિટેશન જવેલરીની દુકાન ધરાવતી અને મનહર પ્લોટમાં રહેતી નેહાબેન રજનીકાંતભાઈ ગાંધેશાએ એક વૃધ્ધ સાથે દુકાનનો સોદો કરી 1.05 કરોડની અને અન્ય સાત મહિલા સહિત કુલ 10 જણા સાથે એકંદરે રૂૂા. 2.25 કરોડની છેતરપિંડી કર્યાની એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ નિર્મલા કોન્વેન્ટ રોડ પર સરસ્વતી સોસાયટી શેરી નં.4માં રહેતા અને નિવૃત જીવન ગાળતા ઘનશ્યામભાઈ દયાળજીભાઈ માણેક (ઉ.વ.70)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે ધર્મેન્દ્ર રોડ પરના કડિયા નવલાઈન શેરી નં. 6માંથી નીકળતી વખતે દોમડિયાના ડેલા તરીકે ઓળખાતી બિલ્ડીંગમાં દુકાન નં.3 ઉપર કેપ્રી ગ્લોબલ કેપિટલ લિ. નામની જાહેર નોટિસમાં આ મિલકત લોનમાં ચડત હપ્તામાં છે, જેથી કોઈએ વ્યવહાર કરવો નહીં તેવું બોર્ડ વાંચ્યું હતું.

ગત માર્ચ માસમાં બોર્ડમાં લખેલા નંબર ઉપર કોલ કરતાં સામાવાળાએ મવડી ચોકડી પાસે આર.કે. એમ્પાયર સ્થિત બિલ્ડીંગમાં પેઢીની ઓફિસમાં આવી જવાનું કહ્યું હતું, જયાં જતાં પેઢીના મેનેજર નિખિલભાઈએ જણાવ્યું કે દુકાનના ચડત હપ્તા તમે ભરી દો, બાદમાં જો તમારે દુકાન ખરીદવી હોય તો 15-20 દિવસનો સમય મળશે. દુકાનના માલિક નેહાબેન છે, જેની તમારે જે દુકાન ખરીદવી છે તેની બાજુમાં દુકાન છે. નેહાબેનને મળતા તેણે કહ્યું કે તમે મારી દુકાનની લોન ભરી દો, સાથો-સાથ મને રૂૂા. 9 લાખ આપો, એટલે સોદો ફાઈનલ. ત્યાર પછી પેઢીના મેનેજર સાથે બધી વાતચીત કરી લીધા બાદ નેહાબેનના ખાતામાં આરટીજીએસથી 31. 7.94 લાખ જમા કરાવ્યા હતા.

થોડા દિવસો બાદ નેહાબેને મિલ્કતનું સાટાખત કરી આપતા તેના ખાતામાં ચાર ભાગમાં આરટીજીએસથી લોનના 31. 89.88 લાખ ભર્યા હતા. સાથો-સાથ રોકડા 31. 9 લાખ આપ્યા હતા. દસ્તાવેજ કરવા માટે નેહાબેને તા. 16 એપ્રિલના રોડ રજીસ્ટ્રાર ઓફિસમાં આવી જવાનું કહ્યું હતું. પરંતુ તે દિવસે નહીં આવતા કોલ કરતાં કહ્યું કે મારી પુત્રીની તબિયત ખરાબ છે, બે-ચાર દિવસ પછી દસ્તાવેજ કરશું. ચારેક દિવસ બાદ ફરીથી કોલ કરતાં દસ્તાવેજ કરી આપ્યો ન હતો અને જુદા-જુદા બહાના બતાવતા હોવાથી આખરે ફરિયાદ નોંધાવી હતી.

છેતરપિંડીનો ભોગ બનનાર તમામ સાથે અલગ અલગ બહાનાઓ કાઢ્યા
અમીતાબેન ભાવેશભાઈ મહેતા સાથે રૂૂ.26.67 લાખ, જાગૃતિબેન રમેશભાઈ બાલાસરા સાથે રૂૂ.15 લાખ, દક્ષાબેન સુરેશભાઈ લાઠીગરા સાથે રૂૂ.1.20 લાખ, હર્ષાબેન પ્રદીપભાઈ મહેતા સાથે રૂૂ.4.પર લાખ, કાશ્મીરાબેન કનૈયાલાલ તન્ના સાથે રૂૂ. 17.72 લાખ, દક્ષાબેન હિરેનભાઈ ત્રિવેદી સાથે રૂૂ. 4 લાખ, રીટાબેન ઋષભભાઈ ગાંધી અને ભાવેશભાઈ પ્રફુલભાઈ ધામેચા સાથે રૂૂ.15-15 લાખ અને રાજેશભાઈ હરજીભાઈ મોકાસણા સાથે રૂૂ.ર0 લાખની છેતરપિંડી કર્યાનું તેમજ તમામ સાથે ઉછીના પૈસા,ભાગીદારી માટે એમ અલગ અલગ બહાનાઓ બતાવી વિશ્વાસઘાત કર્યો હતો.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement