ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

યુવકને બળાત્કારના બોગસ કેસમાં ફીટ કરાવવાની ધમકી આપી ખંડણી માંગતી મહિલા

11:44 AM Jul 11, 2025 IST | Bhumika
Advertisement

જામનગરમાં મહા પ્રભુજી બેઠક પાસે રહેતા એક મહિલા એ મોટા ભરૂૂડીયા ગામના યુવકને પોતાની સાથે સંબંધ રાખવા માટે બ્લેકમેઇલ કરી કટકે કટકે રૂૂ. 2 લાખ 50 હજારની રકમ પડાવી લીધી હતી. અને વધુ પૈસાની માંગણી કરી હતી.જે પૈસા આપવામાં નહી આવતા યુવકના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી આપવાની અને બળાત્કારના ખોટા કેસમાં ફિટ કરવાની ધમકી આપતાં આખરે યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોટા ભરૂૂડીયા ગામના દિનમામદ અમદભાઈ રાઉમા (36) એ પોતાને ધાક ધમકી બ્લેક મેઇલ કરી પૈસા પડાવવા અંગે જામનગરના મહાપ્રભુજી બેઠક પાસે રહેતી સુનેરા નામની એક પરણિત મહિલા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement

ફરિયાદી દિનમહંમદભાઈના મામાના દિકરા સાથે દરબારગઢ વિસ્તારમાં હતા ત્યારે તેમના મામાના દીકરાના પરિચિત એવા આ મહિલાને મળવા બોલાવ્યા હતા ત્યારે દિનમામદ ભાઈ ની તેણી સાથે પ્રથમ વખત મુલાકાત થઈ હતી. આ મહિલાના પતિ પોતાના ઘરે ટિફિન સર્વિસનું કામ કરે છે જ્યારે દિનમામદભાઈ ટ્રેક્ટર અને જેસીબી નો વિજરખી ગામ માં વ્યવસાય કરતા હોય તેમના છ સાત ડ્રાઇવર વગેરે માટે આ મહિલાના ઘરેથી ટિફિન મંગાવતા હતા. કોઈ વખત મહિલાના પતિ બહારગામ ગયા હોય ત્યારે દિન મામદભાઈ તેણીના ઘરે ટિફિન લેવા જતા હતા, આ સમયે મહિલાએ તેમના ફોટા પાડી દીધા હતા.

આમાંથી પોતાની સાથે સંબંધ રાખવા જણાવતા હતા. ત્યારે દિનમામદ ભાઈ એ સંબંધ રાખવાની ના પાડી પોતે પરણિત હોવાનું જણાવ્યું હતું.

આથી ઉસ્તાદ મહિલાએ તેના ફોટા ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ માં વાયરલ કરવાની ધમકી આપી હતી. અને સમાધાન પેટે એક લાખ રૂૂપિયા મેળવી લીધા હતા. આ પછી પણ આ મહિલાએ ધાક ધમકી આપવાનું ચાલુ રાખ્યું હતું અને કટકે કટકે વધુ રૂૂપિયા મેળવી કુલ અઢી લાખ રૂૂપિયા પડાવી લીધા હતા. થોડા દિવસ પછી વળી આ મહિલાએ બળાત્કારના ખોટા કેસમાં ફીટ કરવાની ધમકી આપી હતી અને પાંચ લાખ રૂૂપિયા ની માંગણી કરી હતી. આખરે કંટાળેલા દિનમામદભાઈ એ પોલીસ માં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એલ. બી. જાડેજા વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
crimegujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Advertisement