ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બજરંગવાડીમાંથી મહિલા પિસ્તોલ સાથે ઝડપાઇ, કુખ્યાત શખ્સના પત્ની-પુત્રનું નામ ખુલ્યું

05:55 PM Aug 19, 2025 IST | Bhumika
Advertisement

ત્રણેયની ધરપકડ, યાકુબની પત્નીને રાજકોટ જિલ્લામાંથી એક વર્ષથી હદપાર કરી હોવા છતા તેના ઘરેથી મળી આવતા ગુનો નોંધાયો

Advertisement

હથિયારનો શોખીન યાકુબનો પુત્ર પિસ્તોલ સાથે ફરતો હોવાની બાતમી હતી, માતા-પુત્રએ હથિયાર તેના સંબંધીને સાચવવા આપ્યું હતું

રાજકોટ શહેરમા નામચીન અને કુખ્યાત ગણાતા અને બજરંગવાડીમા રહેતા યાકુબ મોટાણીનાં પત્ની અને પુત્રએ ફરી લખણ ઝળકાવ્યા છે. ગઇકાલે પોલીસની ફરજમા રુકાવટ કરતા યાકુબ મોટાણીનાં પુત્રની ધરપકડ કરવામા આવી હતી ધરપકડ બાદ પોલીસની પુછપરછમા જાણવા મળ્યુ કે આરોપી પોતાનાં વિસ્તારમા અને મીત્રો પાસે રોફ જમાવવા માટે પિસ્તોલ સાથે રાખી ફરતો હતો અને હાલ આ પિસ્તોલ તેમનાં માતા અને તેમણે તેમનાં સબંધીનાં ઘરે બજરંગવાડીમા રાખ્યા હોવાની જાણ થતા પોલીસે પંચોને સાથે રાખી બજરંગવાડીમા મોમીન સોસાયટીમા રહેતા સબંધીને ત્યા તપાસ કરતા ત્યાથી એક દેશી બનાવટની પિસ્તોલ અને કાર્ટીસ મળી આવી હતી આ ઘટનામા પોલીસે આરોપી મહીલા અને યાકુબ મોટાણીની પત્ની અને પુત્ર વિરુધ્ધ આર્મસ એકટ અને હદપારીનો ગુનો નોંધ્યો હતો.

પોલીસમાથી પ્રાપ્ત વીગતો મુજબ ટ્રાફીક શાખામા ફરજ બજાવતા પોલીસમેન પ્રદીપસિંહ કરણસિંહ રાણાવત એ ગાંધીગ્રામ પોલીસમા કુખ્યાત બુટલેગર યાકુબ મોટાણીનાં પુત્ર કોનેન સામે ફરીયાદ નોંધાવી હતી જેમા તેમણે જણાવ્યુ હતુ કે તે ભોમેશ્ર્વર ફાટક પાસે હોમગાર્ડ શૈલેષભાઇ સાથે ફરજ પર હતા ત્યારે એક રીક્ષામા આવેલા શખસે નીચે ઉતરી શેરીમાથી બેરીકેટ લગાડેલુ હતુ તે ખોલવાનો પ્રયાસ કરતા પોલીસ મેને તેને અટકાવી ટ્રાફીક હળવો થયા બાદ બેરીકેટ ખોલવાનુ કહેતા ઉગ્ર માથાકુટ થઇ હતી અને આરોપીએ કહયુ કે આખા રાજકોટની પોલીસ મને ઓળખે છે. હુ કોનેન યાકુબ મોટાણી છુ. તેમ કહી હુ તમારા ટોપી અને પટ્ટા ઉતરાવી નાખીશ. તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનામા ગાંધીગ્રામ પોલીસે કોનેનની ધરપકડ કરી પોલીસ મથકે લઇ જવામા આવ્યો હતો.

ત્યારબાદ જાણવા મળ્યુ કે આરોપી કોનેન મોટાણી કુખ્યાત છે અને પોતે પોતાનાં વિસ્તારમા ધાક જમાવવા પોતાની પાસે ગેરકાયદેસર પિસ્તોલ રાખી ફરે છે અને હાલ આ પિસ્તોલ તેમની માતા બિલ્કીશબેને બજરંગવાડીમા આવેલી મોમીન સોસાયટી શેરી નં 1 મા રહેતા રોશનબેન ઇકબાલભાઇ ફુલાણીને સાચવવા આપી હોવાની માહીતી મળતા ગાંધીગ્રામ પોલીસ મથકનાં પીએસઆઇ એમ. વી જાડેજા અને સહદેવસિંહ જાડેજા સહીતનો સ્ટાફ પંચોને સાથે રાખી રોશનબેનનાં ઘરે પહોંચ્યો હતો અને ત્યા રોશનબેન તેમજ બીલ્કીશબેન હાજર હતા . ત્યા પિસ્તોલ અંગે પુછપરછ કરતા તેમનાં ઘરમાથી એક દેશી બનાવટની પિસ્તોલ અને કાર્ટુસ મળી આવ્યુ હતુ રોશનબેનની પુછપરછ કરતા તેમણે જણાવ્યુ હતુ કે આ પિસ્તોલ તેમણે સબંધી બિલ્કીશબેન અને તેમનાં પુત્ર કોનેને સાચવવા આપી હતી. આ ઘટના બાદ પોલીસે રોશનબેન અને બીલ્કીશબેનની અટકાયત કરી આર્મસ એકટનો ગુનો નોંધ્યો હતો.

કુખ્યાત કોનેન સામે 9 ગુના, માતા વિરૂધ્ધ હદપારીનો અલગથી ગુનો નોંધાયો

કુખ્યાત યાકુબ મોટાણીનાં પુત્ર કોનેન વિરુધ્ધ પોલીસમા અગાઉ દારૂ, મારામારી અને ફરજમા રુકાવટ સહીત 9 ગુનામા પોલીસ ચોપડે ચડી ચુકયો છે. તેમજ યાકુબની પત્ની બીલ્કીશ અગાઉ લુટનાં ગુનામા પોલીસે પકડી લીધી હતી અને તેમને રાજકોટ જીલ્લામાથી હદપાર કરી દીધી હોવા છતા ગઇકાલે બજરંગવાડી વિસ્તારમાથી મળી આવતા તેમનાં વિરુધ્ધ ગાંધીગ્રામ પોલીસે અલગથી હદપારી ભંગ બદલ ગુનો નોંધ્યો હતો.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement