મવડી શાક માર્કેટ પાસે સ્કૂટરમાં દારૂની હેરાફેરી કરતી મહિલા પકડાઇ
04:48 PM Jun 18, 2025 IST
|
Bhumika
Advertisement
23 દારૂના ચપલા અને સ્કૂટર મળી રૂા.82300નો મુદ્દામાલ કબજે
Advertisement
શહેરના મવડી મેઇન રોડ પર શાક માર્કેટ પાસેથી સ્કૂટરમા દારૂની હેરાફેરી કરતી મહિલાની પોલીસે ઝડપી લઇ દારૂ અને સ્કૂટર મળી કુલ રૂા.82300નો મુદામાદ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ માલવીયાનગર પોલીસ મથકના હેડકોન્સ્ટેબલ સી.જે.ઝાલા, ભાવેશ ગઢવી સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હોત દરમિયાન મવડી મેઇન રોડ પર વિશ્ર્વેશ્ર્વર શાકમાર્કેટ પાસે એક મહિલા સ્કૂટર સાથે ઉભી હોય અને સ્કૂટરની ડેકીમાં દારૂ ભરેલી હોય જે બાતમીના આધારે પોલીસે દોડી જઇ સ્કૂટર સાથે ઉભેલી મહિલા શીતલ કાળુભાઇ ડાભી રહે ખોડિયાર નગરને ઝડપી લઇ સ્કૂટરની ડેકીની તલાસી લેતા તેમાથી વિદેશી દારૂના ચપલા નં.23 કિંમત 2300 મળી આવ્યા હતા જેથી પોલીસે દારૂ અને સ્કૂટર મળી કુલ રૂા.82300નો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.