પ્રિયદર્શન સોસાયટીમાં પાણી ઢોળવા મામલે મહિલાને પાડોશીએ માર માર્યો
04:26 PM Mar 01, 2025 IST
|
Bhumika
Advertisement
Advertisement
રાજકોટ શહેરમા તાલુકા પોલીસનાં વિસ્તારમા મવડીમા પ્રિયદર્શન સોસાયટીમા ઘર પાસે પાણી ઢોળવાની ના પાડતા મહીલાને પાડોશમા રહેતી મહીલા એ મુંઢ માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ અંગે પોલીસમા ફરીયાદ નોંધાઇ હતી.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર પ્રિયદર્શન સોસાયટી શેરી પ મા રહેતા વર્ષાબેન કિશોરભાઇ પોરડીયા (ઉ.વ. પ0) એ ફરીયાદમા તેમનાં પાડોશી સુનીતાબેન ધર્મેશભાઇ હજારી વિરુધ્ધ ફરીયાદ નોંધાવી હતી વર્ષાબેને ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ ઘરકામ કરે છે. અને ગઇ તા 20 નાં રોજ આરોપી સુનિતાબેનને ઘર પાસે પાણી ઢોળવાની ના પાડતા તેમણે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને મુંઢ માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે તાલુકા પોલીસ મથકમા પીએસઆઇ એસ. પી. ચૌહાણ સહીતનો સ્ટાફ તપાસ ચલાવી રહયો છે.
Next Article
Advertisement