‘તારે મારા પતિ સાથે આડા સંબંધ છે’ કહી મહિલા ઉપર હુમલો
04:09 PM Mar 06, 2025 IST
|
Bhumika
Advertisement
શહેરના જૂના માર્કેટયાર્ડ પાસે સાગરનગરમાં મહિલાને ‘તારે મારા પતિ સાથે આડા સબંધ છે’ કહી હુમલો કરી માર મારતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે.
Advertisement
જાણવા મળતી વિત મુજબ સાર નગર મફતિયાપરામાં રહેતી રૂપાબેન દિપકભાઈ ડાભી (ઉ.વ.25) નામની મહિલા આજે સવારે ઘર પાસે હતી ત્યારે સજનબેન સતિષભાઈ નામની મહિલા અને તેની સાથેની અજાણી મહિલાઓએ હુમલો કરી માર મારતા તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ છે. પ્રાથમિક તપાસમાં રૂપાબેન કેટરર્સનું કામ કરતી હોવાથી આરોપી સજનાના પતિની રીક્ષામાં કેટરર્સનું કામે જતી હોય જેથી સજનબેને તારે મારા પતિ સાથે આડા સબંધ છે. તેમ કહી માર માર્યો હતો.
આ ઉપરાંત રૂપાબેને તેનો 13 હજારનો મોબાઈલ આરોપીઓ લુંટી ગયાનો આક્ષેપ કર્યો હતો. જેથી આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Next Article
Advertisement