છોટુનગરમાં જમીન મામલે મહિલા પર કાકા-કાકી સહિત ત્રણનો હુમલો, હાથ ભાંગી નાખ્યો
એરપોર્ટ રોડ પર છોટુનગરમાં રહેતા તારાબેન રતનભાઇ રાફુચા(ઉ.વ.34) અને તેમના પતિને જમીન મામલે પાટણની જમીન મામલે કાકા કાંતિભાઇ રામજીભાઇ સમેચા,તેમના પત્નિ હંસાબેન કાંતિભાઇ સમેચા અને તેમનો દીકરો કિશન કાંતિભાઇ સમેચા એ ધોકા પાઇપ વડે હુમલો કર્યો હતો.જેમાં તારાબેનનો હાથ ભાંગી ગયો હતો અને આ મામલે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
તારાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઈકાલ તો 26/10 ના બપોરના આશરે ચાર વાગ્યા આસપાસ હું તથા પતિ રતનભાઈ અમે બન્ને અમારા ઘરે હતા અને મારા પતિ ઘરમાં સુતા હતા અને હું ઘરનુ કામ કરતી હતી તે સમય દરમ્યાન કૌટુબિંક કાકા કાંતિભાઇ રામજીભાઇ સમેચા, તેમના પત્નિ હંસાબેન કાંતિભાઇ સમેચા,તેમનો દીકરો કિશન કાંતિભાઇ સમેચા ધોકા પાઇપ સાથે અમારા ઘરે આવી ગયેલ અને હું કાંઇ બોલવા જાઉ એ પહેલા આ કિશન કાંતિભાઇ સમેચા જેના હાથમાં લાકડાનો ધોકો હોય જે ધોકાથી મારા માથાના ભાગે એક ધોકો મારેલ જેથી હું પડી ગયેલ ત્યારે કાકા કાંતિભાઈ જેમના હાથમાં પાઇપ હોય જેનાથી મારા ડાબા હાથના ભાગે એક પાઇપ મારેલ અને તેમના પત્નિ હંસાબેન મને ઢીકા-પાટુનો માર મારવા લાગેલા જેથી મે જોરથી બચાવો બચાવો ની બુમો પાડતા મારા પતિ ઘરમાંથી જાગીને બહાર આવેલા અને મને બચાવવા વચ્ચમાં પડતા આ કિશને મારા પતિને ડાબા હાથના ભાગે એક ધોકો મારી દીધો હતો.
બાદમાં કાકા કાંતિભાઈએ પતિને ડાબા પગના ભાગે લોખંડના પાઇપથી માર મારેલ જેમાં મારા પતિને ડાબા હાથના ભાગે તેમજ પગના ભાગે મુંઢ ઇજાઓ થયેલ તે સમય દરમ્યાન આજુબાજુના લોકો ભેગા થઇ જતા આ કાંતીભાઇએ મને તેમજ પતિને કહેલ કે જીવતા રહેશો તો ફરી આવી જાનથી મારી નાખીશુ તેમ ધમકી આપી આ તમામ લોકો અમારા ઘરેથી ભાગી ગયેલા આમ ઘવાયેલા બંનેને સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતા અને તારાબેનનો હાથ ભાંગી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.