જસદણમાં જૂની અદાવતમાં મહિલા ઉપર પાડોશી પરિવારે કર્યો હુમલો
માર મારી ધમકી આપનાર દંપતી અને તેના પુત્ર વિરૂધ્ધ નોંધાતો ગુનો
જસદણમાં સમાત રોડ ઉપર આવેલ ગંગાભુવન પાસે રહેતાં મહિલા સાથે પાડોશી પરિવારે જુની અદાવતનો ખાર રાખી ઝઘડો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા મહિલાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જસદણમાં સમાત રોડ પર આવેલ ગંગાભૂવન પાસે રહેતા પન્નાબેન ભરતભાઈ વાળા (ઉ.40) પોતાના ઘર પાસે હતા ત્યારે પાડોશમાં રહેતાં ભાભલુભાઈ ગીડા, નંદાબેન ભાભલુભાઈ ગીડા અને તેના પુત્ર પૃથ્વીરાજ ભાભલુભાઈ ગીડા ઝઘડો કરી પન્નાબેન વાળા ઉપર પાઈપ અને કુહાડી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા મહિલાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
આ અંગે ઈજાગ્રસ્ત મહિલાએ હુમલાખોર પાડોશી પરિવાર વિરૂધ્ધ જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદમાં જણાવ્યું હતું કે, પન્નાબેન વાળા પોતાના ઘર પાસે બેઠા હતાં ત્યારે ભાભલુભાઈ ગીડાએ ગાળો ભાંડી હતી. બાદમાં ત્રણેય હુમલાખોર શખ્સો કુહાડી અને પાઈપ સાથે ધસી આવી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.