છેતરપિંડીના ગુનામાં છ માસથી ફરાર મહિલા રાજકોટમાંથી ઝડપાઇ
05:24 PM Mar 04, 2025 IST
|
Bhumika
Advertisement
અમરેલી જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે. બગસરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઠગાઈ અને વિશ્વાસઘાતના કેસમાં છેલ્લા 6 મહિનાથી ફરાર આરોપી મહિલાને પકડી પાડી છે.આરોપી શબીનાબેન વિનુભાઈ વળવી વલસાડના પાનેરાની રહેવાસી છે.
Advertisement
તે હાલમાં રાજકોટમાં રહેતી હતી. એલસીબી પીઆઈ વિજય કોલાદરાની ટીમે ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી આરોપીને ઝડપી લીધી છે.પકડાયેલી મહિલાને બગસરા પોલીસને સોંપી દેવામાં આવી છે. પોલીસે તેની પૂછપરછ શરૂૂ કરી છે. અમરેલીના એસપી સંજય ખરાતની સૂચના મુજબ, એલસીબી ટીમ જિલ્લામાં ગુના આચરીને ફરાર થયેલા આરોપીઓને પકડવાની કામગીરી કરી રહી છે.
પોલીસ ટીમ લિસ્ટેડ ગુનેગારો અને ગુના કરવાની ટેવ ધરાવતા શખ્સો પર ચાંપતી નજર રાખી રહી છે. આ કામગીરીના ભાગરૂૂપે જ આ મહિલા આરોપીને પકડવામાં સફળતા મળી છે.
Next Article
Advertisement