કાલાવડના ટોડામાં ખાનગી કંપનીના પ્લાન્ટમાંથી 1.30 લાખના વાયરની ચોરી
અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ટોડા ગામની સીમ વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીના સોલાર પ્લાન્ટમાંથી કોઈ તસ્કરો રૂૂપિયા એક લાખ ત્રીસ હજારની કિંમતના વાયરની ચોરી કરી લઈ ગયા હોવાથી કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
કાલાવડ તાલુકાના ટોડા ગામની સીમમાં સર્વે નંબર 1037 માં ખાનગી કંપનીનો સોલાર પ્લાન્ટ પાથરવામાં આવેલો છે, જે સ્થળે શરીફ ખાન આમિર ખાન પઠાણ કે જે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. અને ઉપરોક્ત સ્થળેથી તારીખ 15.6.2025 થી તારીખ 16.6.2025 ના સમયગાળા દરમિયાન કોઈ તસ્કરોએ અંદર પ્રવેશ કરી સોલાર પેનલની નીચે પાથરવામાં આવેલા આશરે 6,500 મીટર વાયર કે જેની કિંમત અંદાજે એક લાખ ત્રીસ હજાર રૂૂપિયા જેટલી થાય છે. જેની ચોરી કરીને લઈ ગયા હોવાથી કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને પી.એસ.આઇ. એમ.વી.પરમાર અને તેઓની ટીમ તપાસ ચલાવી રહી છે.
જામનગરમાં ઇન્દિરા સોસાયટીમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા લાલજીભાઈ બચુભાઈ રાઠોડ નામના 65 વર્ષ ના બુઝુર્ગ કે જેઓએ સુભાષ બ્રિજ પાસે પાર્ક કરેલું પોતાનું મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.