ગોંડલના ધરાળા ગામે પત્નીના પ્રેમીએ પતિ ઉપર કર્યો હુમલો
ગોંડલ તાલુકાનાં ઘરાળા ગામે પત્નિ સાથે પ્રેમસંબંધ નહી રાખવા સમજાવવા ગયેલા પતિને પત્નિનાં પ્રેમીએ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે સુલતાનપુર પોલીસ માં ફરિયાદ થઇ છે.
પ્રાપ્ત વિગત મુજબ ધરાળા ગામે રહેતા જેન્તીભાઈ ચનાભાઈ ચાવડાએ ગામમાં રહેતા વિનુભાઈ ભુરાભાઇ ચાવડા સામે પોલીસ ફરિયાદ કરી જણાવ્યુ કે પાંચ વર્ષ પહેલા પોતે અમદાવાદ મજુરીકામે ગયેલ હતા.ત્યારે પાછળ થી મારી પત્નિ પ્રભાને ગામમાં જ રહેતા વિનુ ચાવડા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો.દરમિયાન અમદાવાદ થી પરત ધરાળા ફરેલા જેન્તીભાઈ ને પત્નિનાં વિનુ સાથેનાં આડાસંબંધ ની જાણ થતા તેણે વિનુ ને સબંધ નહી રાખવા સમજાવ્યો હતો.આ સમયે વિનુની માતાએ વિનુ હવેથી કોઇ સબંધ નહી રાખે તેની ખાત્રી આપી હતી.
બાદમાં ગત તા.14 નાં જેન્તીભાઈ નાં પુત્ર અનિલે પોતાની માતા નો મોબાઇલ ચેક કરતા માતા પ્રભાબેન વિનુ સાથે હોળિએ રમતા હોય તેવાં ફોટા જોવા મળતા તેણે પિતા જેન્તીભાઈ ને વાત કરી ફોટા બતાવ્યાં હતા.જેથી જેન્તીભાઈ એ પત્નિને ઠપકો આપી ફરી આવુ નહી કરવા સમજાવી પોતાની પુત્રી નાં ઘરે શાપર મોકલી આપી હતી.
દરમિયાન ગત રાતે જેન્તીભાઈ મોટીખિલોરી નાં રસ્તે પુલ પાસેથી પસાર થઇ રહ્યા હતા.ત્યારે સામે વિનુ મળી જતા જતા તેને પોતાની પત્નિ પ્રભા સાથે આડાસંબંધ નહી રાખવાનું કહેતા ઉશ્કેરાયેલા વિનુએ હું સબંધ રાખીશ થાયતે કરી લેજે તેવું કહી ગાળો આપી ઢીકાપાટુનો માર મારી અમારા બન્ને વચ્ચે આવ્યો તો જાનથી મારી નાખીશ તેવુ કહેતા જેન્તીભાઈ ને ડર લાગતા નાશી છુટ્યા હતા. બાદ માં બનાવ અંગે સુલતાનપુર પોલીસ માં ફરિયાદ કરી હતી.પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરીછે.