રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પતિના ત્રાસથી ન્યાય માટે પોલીસ સમક્ષ મદદ માટે પરિણીતાની ગુહાર

04:24 PM Aug 02, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજકોટનાં એક વિસ્તારમાં રહેતી અને બ્યુટીપાર્લર ચલાવી પોતાનું ગુજરાન ચલાવતી પરિણીતાને ભૂજ ખાતે રહેતા અને એટીએમ મેન્ટેનન્શના મેનેજર તરીકે કામ કરતાં પતિએ શંકાશીલ સ્વભાવ અને નાની નાની વાતમાં ઝઘડાઓ કરી તરછોડી દઈ પાંચ વર્ષની પુત્રીને પણ ધરાર ઉઠાવી જતાં આ મામલે ન્યાય માટે આ મહિલાએ રાજકોટ પોલીસ પાસે ગુહાર લગાવી છે. અવારનવાર ત્રાસ આપતાં પતિથી ન્યાય માટે પોલીસની મદદ માંગી છે.
રાજકોટ નજીક જસદણ પંથકના પરિવારના વતનીની પુત્રીના પ્રથમ લગ્ન તેમના જ કૌટુંબીક સગા સાથે થયા હતાં. પરંતુ જુગારની લતના કારણે છુટાછેડા થઈ ગયા હોય પોતાના પુત્ર સાથે રાજકોટ રહી અને સ્વનિર્ભર બનેલી આ યુવતીનો પરિચય મેરેજ બ્યુરો થકી ભુજના માધાપરના દુર્ગેશ વસાણી સાથે થયો હતો અને ખુબ જ ટૂંકા ગાળામાં બન્નેના લગ્ન થઈ ગયા હતાં.

પ્રથમ લગ્ન બાદ પુત્ર જન્મ થયો હોય જે હાલ 20 વર્ષનો છે જ્યારે બીજા લગ્ન બાદ પુત્રીને જન્મ આપ્યો હોય જે હાલ પાંચ વર્ષની છે. ભૂજના દુર્ગેશ વસાણી સાથે લગ્ન બાદ ટૂંકા ગાળામાં જ પતિ દુર્ગેશે શંકાશીલ સ્વભાવના કારણે પરિણીતાને ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું અને ઘર ખર્ચ બાબતે પણ અવારનવાર ઝઘડા કરતો હતો. ગત સપ્તાહે પરિણીતા પોતાની પાંચ વર્ષની પુત્રી સાથે માધાપર ગામ રોડ ઉપર હતી ત્યારે દુર્ગેશે જાહેરમાં આ મહિલાને માર માર્યો હતો અને ધરાર પાંચ વર્ષની પુત્રીને ઉઠાવી ગયો હતો. આ મામલે મહિલાએ ભૂજ તેમજ રાજકોટ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. લગ્નના ટૂંકા ગાળામાં જ ત્રાસ આપનાર દુર્ગેશ વસાણી અવાર નવાર ધમકીઓ આપતો હોય મહિલાએ આ મામલે પોલીસ પાસે ન્યાય માટે મદદ માંગી છે અને પોતાના દાગીના અને પુત્રીને પતિ પાસેથી પાછા મેળવવા માટે મહિલા પોલીસ પાસે મદદ માંગનાર આ પરિણીતાની ફરિયાદ નોંધી પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement