રાજકોટના આણંદપર બાઘીમાં પતિના હાથે પત્નીની હત્યા
દારૂ ઢીંચી ઝઘડો કર્યા બાદ પતિએ ઢીમ ઢાળી દીધુ, લાશ પાસે કલાકો સુધી બેસી રહ્યો
વાડી માલિક અને આજુબાજુના લોકોએ આરોપીને પકડી પોલીસને સોંપ્યો: ગુનો નોંધાયો
રાજકોટ શહેરમા વધુ એક હત્યાની ઘટના સામે સામે આવી છે. હજુ થોરાળા વિસ્તારમા આવેલા મીરા ઉધોગ વિસ્તારમાથી કોમન પ્લોટ માથી મળી આવેલા લાશમા હજુ સુધી ભેદ ઉકેલાયો નથી ત્યા આજે વધુ એક લોથ ઢળી હતી . જેમા રાજકોટ શહેરનાં ભાગોળે આવેલા આણંદપર બાઘી ગામે વાડીમા રહેતા પરપ્રાંતીય મજુર દંપતી વચ્ચે રાત્રીનાં સમયે જઘડો થયો હતો. જેનાં કારણે પતિએ ઉશ્કેરાય પત્નીને માથાનાં ભાગે અને મોઢાનાં ભાગે બોથડ પદાર્થનાં ઘા ઝીકી દીધા હતા. અને પત્નિનુ ઘટના સ્થળે જ મોત નીપજયુ હતુ. આ ઘટનામા વાડી માલીકને જાણ થતા તેઓ તુરંત પોતાની વાડીએ દોડી ગયા હતા. અને લાશની બાજુમા બેઠેલા પરણીતાનાં પતિને પકડી કુવાડવા પોલીસને સોપ્યો હતો. આ ઘટનામા કુવાડવા પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી આરોપીની વિધીવત ધરપકડ કરી હતી.
વધુ વિગતો મુજબ રાજકોટની ભાગોળે આવેલા આણંદપર બાઘી ગામે આવેલી ભરતભાઇ વાઢેરની વાડીએ ખેત મજુરી કરતા મુળ રાજસ્થાનનાં વતની કમલેશભાઇ ઉર્ફે કમલી રામચરણ સેહરીયા (ઉ.વ. 4પ) નામની મહીલાને તેમનાં પતિ રામચરણ સેહરીયાએ ગઇકાલે રાત્રે માથાનાં ભાગે અને મોઢાનાં ભાગે બોથડ પદાર્થનાં ઘા ઝીકી દેતા તેનુ ઘટના સ્થળે મૃત્યુ નીપજયુ હતુ . આ ઘટના બાદ ત્યા અવાજ આવતા આજુબાજુનાં મજુરો દોડી આવ્યા હતા. અને તેમણે રામચરણને બેસાડી રાખ્યો હતો. તેમજ મજુરોએ વાડી માલીક ભરતભાઇ વાઢેરને જાણ કરતા તેઓ મોડી રાત્રે પોતાની વાડીએ પહોંચી ગયા હતા. અને ત્યા જઇને જોયુ તો કમલીબાઇનો લુહી લુહાણ હાલતમા મૃતદેહ પડયો હતો. અને બાજુમા તેનો પતિ રામચરણ બેઠો હતો.
આ હત્યાની ઘટના બાદ ભરતભાઇ વાઢેરે તુરંત કુવાડવા પોલીસને જાણ કરતા પોલીસ સ્ટેશનનાં પીઆઇ બી. પી. રજીયા, અને સ્ટાફ તુરંત ઘટના સ્થળે દોડી ગયો હતો . અને વાડી માલીક તેમજ મજુરોને નીવેદન લઇ રામચરણ સેહરીયા વિરુધ્ધ હત્યાનો ગુનો નોંધવા તજવીજ શરુ કરી હતી તેમજ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવ્યો હતો. આ હત્યાની ઘટનામા પોલીસ પાસેથી પ્રાથમીક વિગતો મળી હતી કે રામચરણ વધુ પ્રમાણમા દારૂનુ સેવન કર્યુ હોય જેથી પત્ની સાથે ઝઘડો કરતો હતો. જેનાં કારણે બંને વચ્ચે ઝઘડો ઉગ્ર બનતા રામચરણે બોથડ પદાર્થનાં ઘા કમલીબાઇને ઝીકી દીધા હતા. અને તેમનુ ઘટના સ્થળે મોત નીપજયુ હતુ. પોલીસે જણાવ્યુ કે તેઓ ઘણા સમયથી ભરતભાઇ વાઢેરની વાડીએ ખેત મજુરી કરતા હતા. તેમને સંતાનમા એક પુત્ર છે જે રાજસ્થાનમા રહે છે. હાલ આ હત્યાની ઘટનાથી કુવાડવા પોલીસ દ્વારા આરોપીને સકંજામા લઇ તેની પુછપરછ શરૂ કરી છે.