For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં સાવકી પુત્રીનું શિયળ લૂંટતા પત્નીએ જ પતિને મોતને ઘાટ ઉતાર્યો

12:17 PM May 31, 2025 IST | Bhumika
મોરબીમાં સાવકી પુત્રીનું શિયળ લૂંટતા પત્નીએ જ પતિને મોતને ઘાટ ઉતાર્યો

શંકાસ્પદ હાલતમાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો

Advertisement

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં સાવકા પિતાએ આગલા ઘરની પુત્રી ઉપર નજર બગાડી શિયળ લૂંટી લીધું હતું. બાદમાં પિતાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી હતી. આ ઘટનામાં ક્રોધે ભરાયેલી માતાએ જ તેના પતિને લાતો ફટકારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સમાજ વ્યવસ્થાને શર્મસાર કરતી એક ઘટના બની જેમાં સાવકા પિતાએ 24 વર્ષીય મૂક બધિર સાવકી પુત્રી ઉપર નજર બગાડી હવસનો શિકાર બનાવી બળાત્કાર ગુજારતા મૂક બધિર યુવતી અવાચક બની ગઈ હતી.

જેની સાવકા બાપે કરેલા કૃત્યુની જાણ મૂક બધિર યુવતીના માતાને થતા માતાએ હવસખોર પતિને ઢીંકા પાટુનો માર મારી છાતીના ભાગે લાતો ફટકારતા નરાધમનું મૃત્યુ થતા બનાવ ઉલ્લેખનીય છે કે, જે શ્રમિક પરિવારમાં આ ઘટના બની છે તેમાં હત્યાનો ભોગ બનેલ પિતા તેમજ મૂક બધિર યુવતીના માતાના આ બીજા લગ્ન હોવાનું અને મુક બધિર યુવતી માતા સાથે આંગળીયાત આવી હોય સાવકા બાપે દીકરી ઉપર જ નજર બગાડી મોકો મળતા દેહ અભળાવી નાખ્યો હતો. જે બાદ માતાને બનાવની જાણ થતા નરાધમ પતિને ઢોર મારતા મૃત્યુ નીપજ્યું હતું.પોલીસે બનાવ ની નોંધ કરી વધુ તપાસ હાથ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement