લગ્નના 15મા દિવસે જ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરાવતી પત્ની
મેરઠમાં સૌરભ હત્યાકાંડ જેવો વધુ એક કિસ્સો
યુપીના મેરઠમાં સૌરભ હત્યા કેસ પછી બીજો એક આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં ઔરૈયામાં એક મહિલાએ તેના પ્રેમી સાથે મળીને લગ્નના 15મા દિવસે જ તેના પતિની હત્યા કરાવી દીધી હતી. પતિને મારવા માટે પત્નીએ બે લાખની સોપારી આપી હતી.
એસપી અભિજીત આર શંકરે જણાવ્યું હતું કે મૈનપુરીના ભોગાંવનો રહેવાસી દિલીપ 19 માર્ચે કેન લઈને કામ કરવા માટે કન્નૌજ ગયો હતો. પરત ફરતી વખતે ઔરૈયાના બેલા વિસ્તારમાં પટના કેનાલ પાસે બાઇક પર 3 યુવાનો મળી આવ્યા અને તેઓ દિલીપને કોઈ કામ બતાવવા માટે લગભગ 8 કિમી દૂર સહારાના પાલિયા ગામમાં લઈ ગયા. જ્યાં યુવકોએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યા અને પછી દિલીપના માથામાં ગોળી મારી. 20 માર્ચની રાત્રે મેડિકલ કોલેજમાં સારવાર દરમિયાન દિલીપનું મૃત્યુ થયું.
અહેવાલો અનુસાર દિલીપનું પત્ની પ્રગતિનું અનુરાગ યાદવ સાથે અફેર હતું. પ્રગતિના ભાઈને આ વાતની ખબર પડતાં 5 માર્ચે તેના લગ્ન દિલીપ સાથે કરાવી દીધા. લગ્નના ચોથા દિવસે પ્રગતિ તેના માતાના ઘરે ગઈ. 17 માર્ચે તે અનુરાગને એક હોટલમાં મળી અને તેના પતિને મારી નાખવા માટે પ્લાન બનાવ્યો. આ કામ એક કોન્ટ્રાક્ટ કિલરને કામ સોંપ્યું. આ સોદો 2 લાખ રૂૂપિયામાં નક્કી થયો હતો.
1 લાખ રૂૂપિયા એડવાન્સ મળ્યા બાદ કોન્ટ્રાક્ટ કિલરે મહિલાના પતિની ગોળી મારીને હત્યા કરી દીધી. દિલીપના ભાઈ સંદીપની ફરિયાદ પર પોલીસે કેસ નોંધીને તપાસ શરૂૂ કરી છે. ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં 2 યુવાનો દિલીપનો પીછો કરતાં બાદમાં તેને પોતાની સાથે લઈ જતાં નજરે પડ્યા છે. હત્યાના આરોપી કોન્ટ્રાક્ટર, મહિલા અને તેના પ્રેમીની સોમવારે ધરપકડ કરી હતી અને તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા. ત્રણેયને ઇટાવા જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.
-