પેરેમાઉન્ટ સોસાયટીમાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિને માર માર્યો
શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતો યુવાન પેરેમાઉન્ટ સોસાયટીમાં હતો ત્યારે પત્નીએ પ્રેમી સાથે મળી પતિને પથ્થર વડે માર મારતા તે સારવાર માટે હોસ્પિટલમાં ગયો હતો. જયા તેણે દાખલ થવા બાબતે તબીબો સાથે માથાકૂટ કરી હતી.
જાણવા મળતી વિગત મુજબ ગાંધીગ્રામ શેરી.નં.6માં રેહેતો આકાશ અશોકભાઇ ડોડીયા (ઉ.વ.33) નામનો યુવાન આજે સવારે યુનિવર્સિટી રોડ પર પેરેમાઉન્ટ સોસાયટી શેરી નં.2મા હતો ત્યારે તેની પત્ની સ્નેહા મકવાણા અને તેના પે્રેમી રવિ પરમારે ઝઘડો કરી માથામા પથ્થર વડે માર મારતા તે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ગયો હતો. જયા આકાશે પત્રકારના નામે દાખલ થવા બાબતે ઇમરજન્સી વિભાગમાં તબીબો સાથે માથાકૂટ કરી હતી. બાદમાં ત્યા હાજર એકસ આર્મીમેન દ્વારા તેને બહાર ખસેડવામા આવ્યો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.
પ્રાથમિક તપાસમાં આકાશ હોર્ડિગ્સ અને બેનરનુ કામ કરે છે. તેઓ સ્નેહા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પત્નીને રવિ પરમાર સાથે સબંધ હોય જે બાબતે અગાઉ પણ તેઓ પત્ની અને રવિને અનેકવાર સમજાવ્યા હતા. થોડા દિવસોથી પત્નીના દાદીએ મોતિયાનુ ઓપરેશન કરાવ્યુ હોવાથી 10 દિવસ રોકાવા પેરેમાઉન્ટ સોસાયટીમાં દાદીના ઘરે ગઇ હતી. દરમિયાન ગઇકાલે પત્ની તેના પ્રેમી સાથે ફરવા ગઇ હોય તેનો વીડિયો આકાશ પાસે આવતા પત્ની સાથે ઝઘડો થયો હતો. બાદમાં આજે તે તેના મોબાઇલનુ બીલ લેવા પત્ની પાસે જતા પત્ની અને તેના પ્રેમીએ ઝઘડો કરી માર માર્યાનો આક્ષેપ કર્યો છે. આ અંગે યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.