ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વિજરખીમાં પતિની હત્યા કરાવનાર પત્ની અને પ્રેમીની ધરપકડ

11:47 AM Apr 08, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

રવિને રસ્તા વચ્ચેથી કાઢવાનું કાવતરૂ પત્નીએ જ ઘડ્યું’તુ: હત્યા માટે વપરાશમાં લેવાયેલી કંપાસ જીપ કબજે કરાઇ

Advertisement

જામનગર- કાલાવડ ધોરી માર્ગ પર વિજરખી ગામ પાસે બુલેટ મોટરસાયકલ ચાલક યુવાન ને કંપાસ જીપ ની ઠોકરે કચડી નાખી હત્યા નીપજાવનાર આરોપી જીપચાલક તેમજ મૃતકની પ્રેમમાં અંધ બનેલી પત્ની બંનેની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને હત્યા માટે ઉપયોગમાં લેવાયેલી જીપ તેમજ બંને આરોપીઓના મોબાઇલ ફોન કબજે કરી લેવાયા છે.

આ ચકચાર જનક બનાવની વિગત એવી છે, કે મૂળ કાલાવડ તાલુકાના પીઠડીયા ગામના વતની અને હાલ જામનગરમાં રણજીત સાગર રોડ પર રહેતો રવિ ધીરજલાલ મારકણા નામનો 30 વર્ષ નો યુવાન રામનવમી ના દિવસે સાંજે છ વાગ્યાના અરસામાં પોતાનું જીજે 27 ડી.જે 9310 નંબરનું બુલેટ મોટર સાયકલ લઈને કાલાવડ થી જામનગર તરફ આવી રહ્યો હતો. જે દરમિયાન તેનો હત્યા કરવાના ઈરાદાએ પીછો કરી રહેલા જી.જે.20 એ.ક્યુ. 8262 નંબરની કંપાસ જીપના ચાલકે ઠોકર મારી દઇ કચડી નાખ્યો હતો, અને હત્યા નીપજાવી હતી. મૃતક રવિ મારકણા ની પત્ની રીંકલ કે જેના પ્રેમમાં પડેલા જીપચાલક અક્ષય છગનભાઇ ડાંગરિયા એ રીંકલ સાથે પૂર્વયોજિત કાવતરૂૂં ઘડીને વિજરખી પાસે રવિ ને ઠોકરે ચડાવી હત્યા નીપજાવી હતી.

જે સમગ્ર મામલો આખરે પંચકોશી એ. ડિવિઝન પોલીસ સમક્ષ આવી ગયો હતો, અને પોલીસે રવિ મારકણા ના પિતા ધીરજલાલ મારકણાંની ફરિયાદના આધારે મૃતક ની પત્ની રીંકલ તેમજ જીપ ચાલક અક્ષય ડાંગરિયા સામે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. જે ગુનામાં પોલીસ દ્વારા બંને આરોપીઓ અક્ષય તેમજ મૃતક રવિ ની પત્ની રીંકલ મારકણા ની અટકાયત કરી લેવામાં આવી છે.

પોલીસે આ હત્યા પ્રકરણમાં બંને આરોપીઓના મોબાઇલ ફોન તેમજ હત્યા માટે ઉપયોગમાં લેવાયેલી કંપાસ જીપ વગેરે કબજે કરી લીધા છે, અને બંનેની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

કાલાવડથી જામનગર આવી રહેલા પતિનું લોકેશન પત્ની જ આરોપીને આપતી હતી
પ્રેમમાં અંધ બનેલી પત્ની રીંકલ, કે જેણે જાતે જ પોતાના પ્રેમી અક્ષય ડાંગરિયા મારફતે પતિ રવિનો બુલેટ પાછળ પીછો કરાવી હત્યા કરી નાખવાનું ષડયંત્ર રચ્યું હતું. પતિ રવિ હંમેશા કાર લઈને જ અવરજવર કરે છે, પરંતુ બનાવનાર દિવસે બુલેટ મોટર સાયકલ લઈ જવાનો વારો આવ્યો હતો, તે તકનો મોકો પત્ની રીંકલે ગોતી લીધો હતો, અને પોતાના પ્રેમી એવા અક્ષય ડાંગરિયા ને મોબાઈલ ફોન કરીને માહિતી આપી દીધી હતી, અને પીછો કરાવ્યો હતો. જેનું લોકેશન રિંકલ પોતે જ ફોન કરીને પોતાના પ્રેમીને આપતી હતી, અને તેના આધારે વિજરખી પાસે મોકો ગોતીને બુલેટ ની પાછળથી ટક્કર મારી, કચડી નાખી હત્યા નીપજાવાઇ હતી, પરંતુ આખરે પોલીસે સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ કરીને કાવતરા નો પર્દાફાશ કરી લીધો હતો.

Tags :
crimegujaratgujarat newsjamnagarjamnagar newsmurder
Advertisement
Advertisement