રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

આંબેડકર જયંતીના દિવસે મારી સાથે કેમ બાઈક રેસ લગાવતો હતો? કહી યુવાન પર હુમલો

04:08 PM Aug 17, 2024 IST | Bhumika
oplus_2097152
Advertisement
Advertisement

ભાવનગર રોડ પર બનાવ : માથામાં છરીનો ઘા વાગતા યુવાન સારવારમાં : માતા-પુત્ર વિરૂધ્ધ નોંધાતો ગુનો

શહેરના ભાવનગર રોડ ગીરનારી શેરીમાં આંબેડકર જયંતિમાં ‘તું મારી સામે કેમ રેસ લગાવતો હતો ? તને કાંઈ હવા છે? કહી શખ્સે યુવાનને માથામાં છરીનો ઘા ઝીંકી દીધો હતો અને શખ્સના માતાએ ધોકા વડે માર મારતાં તેમને સારવાર અર્થે સિવિલમાં ખસેડાયો હતો. આ અંગે પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

મળતી વિગતો અનુસાર, ચુનારાવાડ શેરી નં.6 લાખાજીરાજ સોસાયટી ચંદ્રીકા પાન પાસે રહેતા રાજભાઈ પરમેશભાઈ મકવાણા (ઉ.18)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે બેડીપરા ભુમિકા સ્કૂલની સામે ગીરનારી શેરીમાં મિત્ર રઘુ બારૈયા પાસે હતો ત્યારે ત્યાં શેરીમાં રહેતો ધ્રુવ ઉર્ફે ટાપલાએ ‘તું આંબેડકર જયંતિના દિવસે મારી સામે કેમ બાઈકની રેસ લગાતો હતો ? તને હવા છે કાંઈ ? કહી ગાળો આપી છરી જેવા હથિયાર વડે માથામાં ઘા ઝીંકી અને તેમના માતા કિરણબેને લાકડાનો ધોકો લઈ માર માર્યો હતો.

ત્યારબાદ રાજભાઈ ત્યાંથી નીકળી ગયા હતાં અને તેમને 108 મારફતે સિવિલમાં ખસેડાયા હતાં. આ મામલે બી ડીવીઝન પોલીસમાં માતા-પુત્ર વિરૂધ્ધ ગુનો નોંધાયો છે. રાજ માર્કેટીંગ યાર્ડમાં બકાલા વિભાગમાં મજુરી કરે છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement