ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

હું નોકરીએ હોવ એટલે તમારો ફોન કેમ વ્યસ્ત આવે છે, નર્સે કહેતા પતિએ માર માર્યો

04:41 PM Jul 13, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

શહેરના ગોંડલ રોડ એસટી વર્કશોપ પાસે આંબેડક્રનગરમાં માવતરે રહેતી પરિણીતાએ રૈયા રોડ પર અલ્કાપુરીમાં રહેતા પતિ વિરુદ્ધ મારકુટ અને ત્રાસ અંગેની ફરિયાદ નોંધાવી છે. પરિણીતા જ્યારે ક્રિસ્ટલ હોસ્પિટલે નોકરી પર હોય ત્યારે પતિનો ફોન સતત વ્યસ્ત આવતો હોય પતિને વાત કરતા મારકુટ કરી. છુટાછેડાની ધમકી આપતા ફરિયાદ નોંધવામાં આવી છે.

મળતી વિગતો અનુસાર, અલ્કાપુરીમાં સાસરુ ધરાવતી અને હાલ આંબેડક્રનગરમાં રહેતિ બિન્દીંયાબેન ગૌરવભાઇ દાફડા (ઉ.વ.25)એ તેમના પતિ ગૌરવભાઇ કાનજીભાઇ દાફડા વિરુધ્ધ ફરિયાદ નોંધવતા જણાવ્યું હતુ કે, બિન્દીંયાબેને ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, પોતે માધાપર ગામ પાસેની ક્રાઇસ હોસ્પિટલે નર્સની નોકરી કરે છે. તેમના પાંચ વર્ષ પહેલા લગ્ન થયા હતા.

તેમને લગ્ન થકી ચાર વર્ષની દીકરી છે. તેમજ ચારેક દિવસથી રિસામણે છે. પરિણીતાનો પતિ કોઇ અન્ય સ્ત્રી સાથે વાત કરતા હોય તેયો શક છે. બિન્દીંયાબેન હોસ્પિટલે નોકરી પર હોય ત્યારે પતિ ગૌરવનો ફોન સતત વ્યસ્ત આવતો હતો. જેથી પત્નિએ આ બાબતે પુછતા તેમણે કહ્યુ કે, જો શક કરીશ તો તેને છુટાછેડા આપી દઇશ.
ત્યાર બાદ બિન્દીંયાબેને ફીનાઇલ પી લીધુ હતું. ત્યાર બાદ પણ પતિ સમાધાન કરવા ન માંગતા હોય જેથી ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement