બંગડીનું કામ દેવા ગયેલા યુવકને તું સામુ કેમ જોવે છે ? તેમ કહી ત્રણ શખ્સોએ માર માર્યો
માંધાતા સોસાયટીની ઘટના : હુમલામાં ઘવાયેલો યુવાન સારવારમાં
શહેરમાં માંડાડુંગર વિસ્તારમાં આવેલી પીઠળઆઈ સોસાયટીમાં રહેતો યુવાન માંધાતા સોસાયટીમાં બંગડીનું કામ આપવા ગયો હતો ત્યારે નીચેના માળે રહેતા અરવિંદભાઈ સહિતના શખ્સોએ ‘તું સામુ કેમ જુવે છે’ તેમ કહી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુુજબ, માંડાડુંગર વિસ્તારમાં આવેલી પીઠળઆઈ સોસાયટીમાં રહેતો મહેશ કિશોરભાઈ ડાભી નામનો 24 વર્ષનો યુવાન બપોરના સમયે માંધાતા સોસાયટીમાં હતો ત્યારે અરવિંદ સહિતના ત્રણ શખ્સોએ ઝઘડો કરી પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં મહેશ ડાભી માંધાતા સોસાયટીમાં હુમલાખોર અરવિંદભાઈના મકાન ઉપર રહેતાં વ્યક્તિને બંગડીનું કામ આપવા ગયો હતો ત્યારે ડેલી ખોલતાં જ અરવિંદભાઈ સહિતના શખ્સોએ ઝઘડો કરી ‘તું અમારી સામે કેમ જુવે છે’ તેમ કહી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે આજી ડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.