મારા આડા સંબંધ મામલે મારી પત્નીને કેમ વાત કરી, યુવાન પર મિત્રનો હુમલો
શહેરનાં કોઠારીયાનાં ગેઇટ પાસે આડા સબંધ મામલે યુવાન પર તેમના મિત્ર સહીત 3 શખ્સોએ હુમલો કરતા આજીડેમ પોલીસ મથકમા ફરીયાદ નોંધવામા આવી છે.
આ ઘટનામા હુડકો ચોકડી પાસે આવેલા સુખરામ નગરમા રહેતા હાર્દીક હરસુખભાઇ કોટડીયા (વાળંદ) (ઉ.વ. રર) એ પોતાની ફરીયાદમા હિતેશ રાઠોડ, કાર્તીક પટેલ અને ચીરાગ પટેલનુ નામ આપતા તેમનાં વિરુધ્ધ ફરીયાદ નોંધવામા આવી છે. હાર્દીકે ફરીયાદમા જણાવ્યુ હતુ કે પોતે કોઠારીયા ગામમા આવેલા ઓપેરા કોમ્પલેક્ષમા તેમનાં મિત્ર હિતેશ બકુલભાઇ રાઠોડની મેકઓવર નામની દુકાનમા વાળંદનુ કામ કરે છે ગઇકાલે રાત્રીનાં સમયે પોતે દુકાને હતો ત્યારે હિતેશભાઇ દુકાને આવ્યા અને બોલાચાલી કરતા હાર્દીક ત્યાથી જતો રહયો હતો તેવામા કોઠારીયાનાં ગેઇટ પાસે હિતેશભાઇ રાઠોડ અને તેમની સાથેનાં કાર્તીક પટેલ અને ચીરાગ પટેલ ત્યા આવ્યા હતા અને હિતેશે કહયુ કે મારા આડા સબંધની વાત મારી પત્નીને કેમ કરી. તેમ કહી હાર્દીકને ધોકા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ ત્યા માણસો ભેગા થઇ જતા આરોપીઓ ત્યાથી ભાગી ગયા હતા આ મામલે આજીડેમ પોલીસ મથકમા ફરીયાદ નોંધવામા આવતા એચ. વી. મારવાણીયા એ તપાસ શરૂ કરી છે.