તું અહીં કેમ ઊભો છે? તેમ કહી યુવક ઉપર અજાણ્યા શખ્સનો હુમલો
મેટોડામાં દારૂના નશામાં શખ્સે યુવકને માર માર્યો
શહેરમાં માંડા ડુંગર વિસ્તારમાં આવેલા ભીમરાવનગરમાં તું અહીં કેમ ઉભો છો તેમ કહી યુવાન ઉપર અજાણ્યા શખ્સે પાઇપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ માંડા ડુંગર વિસ્તારમાં આવેલા ભીમરાવનગરમાં રહેતા રતાભાઇ ધનાભાઈ પરમાર નામના 50 વર્ષના આધેડ બપોરના એકાદ વાગ્યાના અરસામાં ભીમરાવનગરમાં આવેલા પટેલ ચોકમાં ઉભા હતા ત્યારે અજાણ્યા શખ્સે તું અહીં કેમ ઉભો છો તેમ કહી પાઇપ વડે માર માર્યો હતો.
હુમલામાં ઘવાયેલા આધેડને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત બીજા બનાવમાં મેટોડા જીઆઇડીસી ગેટ નં.3માં આવેલી કંપનીમાં નરેશ લલ્લુભાઇ કેવર નામના 30 વર્ષના યુવક સાથે રણજીત નામના શખ્સે દારૂૂના નશામાં ઝઘડો કર્યો હતો અને રણજીતે નશાની હાલતમાં નરેશ કેવરને પાઇપ વડે માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.