સમૂહલગ્નના નાણાં કયાં વાપર્યા?, સૂત્રધાર ચંદ્રેશ રિમાન્ડ પર
રેલનગરમાં બેડી ચોકડીથી માધાપર ચોકડી વચ્ચે ત્રણેક મહિના પહેલાં સમૂહલગ્ન કરાવવાના બહાના હેઠળ ર8 જેટલા વર-વધૂના કુલ રૂૂા.8.40 લાખ અને અન્ય દાતાઓ પાસેથી રકમ લઈ ઠગાઈ કરી ફરાર થઈ ગયેલા મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ જગદિશભાઈ છાત્રોલા (ઉ.વ.40, રહે. મનસુખભાઈ છાપિયા ટાઉનશિપ, પુનિતનગર ટાકા પાસે, વાવડી)ને નાસતા ફરતા સ્કવોડ ઝોન-રની ટીમે ઝડપી લીધો હતો.પોલીસે આ ગુનામાં અગાઉ પાંચ આરોપીની ધરપકડ કરી હતી. જેમાં દિલ્પેશ ઉર્ફે દિલીપ ગોહેલ (ઉ.વ.37, રહે. રેલનગર), દિપક હિરાણી (ઉ.વ.66, રેલનગર), મનિષ વિઠલાપરા (ઉ.વ.46, જંકશન મેઈન રોડ), દિલીપ વરસડા (ઉ.વ.4પ, રેલનગર) અને હરસુખ ઉર્ફે હાર્દિક શીશંગીયા (ઉ.વ.ર9, મવડી પ્લોટ)નો સમાવેશ થાય છે.
જે તે સમયે આ મામલે કાનજીભાઈ ટાટમીયા (ઉ.વ.પ4, રહે. શાપર)એ 6 આરોપીઓ વિરૂૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે આરોપીઓએ રેલનગરમાં સમૂહ લગ્ન કરાવવાના બહાના હેઠળ ક્ધયા અને વર પક્ષના કુલ ર8 વર-વધૂના રૂૂા.8.40 લાખની રોકડ લીધી હતી. એટલું જ નહીં જુદા-જુદા દાતાઓ પાસેથી ક્ધયાઓને આપવાનો કરિયાવર તેમજ રોકડ, ઉપરાંત વર-વધૂ પક્ષ પાસેથી પ્રસંગમાં પ0થી વધુ આવનાર લોકો માટે વ્યક્તિ દીઠ રૂૂા.100 લીધા હતા.
બાદમાં આરોપીઓએ રકમ મેળવી લીધા બાદ સમૂહ લગ્નનું આયોજન નહીં કરી છેતરપિંડી કરી ફરાર થઈ ગયા હતા. બીજી તરફ સમૂહ લગ્નને લઈ વર-વધૂ પક્ષના લોકો સમૂહ લગ્નના સ્થળે પહોંચ્યા હતા. પરંતુ ત્યાં કોઈ આયોજકો હાજર નહીં હોવાનું માલૂમ પડયું હતું. એટલું જ નહીં આયોજકોએ કોઈ વ્યવસ્થા પણ નહીં કરી હોવાનું ખૂલતાં પોલીસ બોલાવાઈ હતી. આ હોબાળા વચ્ચે પોલીસે વર-વધૂના લગ્ન કરાવ્યા હતા.આ અંગે પોલીસે ગુનો દાખલ કરી સમયાંતરે અગાઉ પાંચ આરોપીની ધરપકડ કર્યા બાદ ફરાર મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છાત્રોલાને પણ ઝોન-રની નાસતા-ફરતા સ્કોડના પો.સબ ઇન્સ. આર. આર. કોઠીયા તથા પો.હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા, અંકીતભાઇ નિમાવત, અનીલભાઇ જીલરીયા થા પો.કોન્સ. અમીનભાઇ ભલુર, પ્રશાંતભાઇ ગજેરા સહિતના સ્ટાફે પકડી લઈ પ્ર.નગર પોલીસને સોંપતા તેની પુછપરછ કરાઈ હતી.આરોપીને પોલીસે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ પર મેળવ્યો હતો.
ચંદ્રેશે કેફિયત આપી હતી કે,સમૂહલગ્નમાં ક્ધયાઓને જે કરિયાવર આપવાની જાહેરાત કરી હતી તેની વ્યવસ્થા નહીં થતાં પોતે ભાગી ગયો હતો. રાજકોટ છોડીને સુરત-નડિયાદમાં રહેતો હતો અને એસટી બસમાં અલગ અલગ સ્થળે ભાગ્યા કરતો હતો. એક વખત જૂનાગઢ પણ આવી ચૂક્યો હતો. કરિયાવરની વ્યવસ્થા નહીં થતાં ભાગ્યાનું રટણ રટનાર ચંદ્રેશે સમૂહલગ્નના નામે ઉઘરાવેલા લાખો રૂૂપિયા ક્યાં ગયા? તે અંગેનો કોઇ ખુલાસો પોલીસ સમક્ષ કર્યો નહોતો.