રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પ્રેમલગ્ન બાદ પત્ની ભાગી જતા જમાઇએ સાસુને સરાજાહેર છરી ઝીંકી

04:55 PM Oct 10, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

મોરબીમાં રહેતી મહિલાની પુત્રીએ પ્રેમલગ્ન ર્ક્યા હોય જે પુત્રી પ્રેમલગ્ન કરયા બાદ ઘરેથી ભાગી જતા જમાઇએ સાસુને ધમકી આપતા મહિલા રાજકોટ રહેતી મોટી પુત્રીના ઘરે આવતા હતા ત્યારે જમાઇએ કાર લઇને સાસુને આંતરી સરાજાહેર છરી વડે હુમલો ર્ક્યો હતો. આ હુમલામાં ઘવાયેલા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જાણવા મળતી વિગત મુજબ, મોરબીમાં લાયન્સનગરમાં રહેતા પલ્લવીબેન વિપુલભાઇ ત્રિપુદી (ઉ.વ.40)નામના મહિલા આજે સવારે એક્ટીવા લઇ રાજકોટમાં ગ્રાંધીગ્રામ વિસ્તારમાં રહેતી તેની મોટી પુત્રીના ઘરે આવતા હતા.

ત્યારે જામનગર રોડથી એરપોર્ટ રોડ તરફ જતા હતા ત્યારે તેનો નાનો જમાઇ રઘાવ કુંવરિયા સહિત ત્રણ શખ્સોએ કારમાં આવી એક્ટીવા આડે કાર નાખી તેની ઉપર છરી વડે હુમલો કરતા ઘવાયેલા પલ્લવીબેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પલ્લવીબેનની નાની પુત્રી પાર્થનાએ આરોપી રાઘવ કુવરીયા સાથે આઠ મહિના પહેલા પ્રેમલગ્ન ર્ક્યા હોય દરમિયાન આજે પ્રાર્થના તેના ઘરેથી ભાગી જતા આરોપી રાઘવએ પલ્લવીબેનને તમારી પુત્રી જ્યાં હોય ત્યાંથી પરત મોકલાવો તેમ કહીં ધમકી આપતા તેઓ ડરી ગયા હતા અને એક્ટીવા લઇ રાજકોટ મોટી પુત્રીના ઘરે આવતા હતા ત્યારે રસ્તામાં જમાઇ સહિત ત્રણ શખ્સોએ આંતરિક હુમલો કર્યોનું જાણવા મળ્યું છે. આ અંગે ગાંધીગ્રામ પોલીસે હોસ્પિટલે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement