દીકરીનો જન્મ થતાં સાસરિયાઓએ કહ્યું કે, તારા પિતાને કહે કે 10 તોલા સોનું અને ગાડી ભરીને સામાન આપે!
સાધુ વાસવાણી રોડ પરના પાટીદાર ચોકમાં નંદ એમ્પાયર બિલ્ડિંગમાં રહેતા અને વિંછીયા તાલુકાના રેવાણીયા ગામે શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં ભાવીનીબેન (ઉ.વ. 38)એ પતિ સાગર, સસરા કાંતિલાલ, સાસુ ચંપાબેન (રહે. ત્રણેય તુલસી પાર્ક, મવડી), જેઠ કલ્પેશ અને જેઠાણી ફોરમબેન (રહે. બંને આરતી એપાર્ટમેન્ટ, ઝાંઝરડા રોડ, જૂનાગઢ) વિરૂૂધ્ધ મહિલા પોલીસમાં ત્રાસની ફરિયાદ નોંધાવી છે.
જેમાં જણાવ્યું છે કે 2021માં લગ્ન થયા હતા. લગ્નજીવન દરમિયાન પુત્રીની પ્રાપ્તી થઈ હતી. જે હાલ દોઢ વર્ષની છે. લગ્નના શરૂૂઆતના એક અઠવાડિયા સુધી સારી રીતે રાખ્યા બાદ પતિ અને સાસરિયાઓએ રસોઈ અને કરિયાવર બાબતે ઝઘડા શરૂૂ કરી દીધા હતા. તારા મા-બાપે કોઈ સંસ્કાર આપ્યા નથી, તારી રસોઈમાં કોઈ ધડા નથી, અમારી હેસિયત મુજબ કરિયાવર લાવી નથી તેવા મેણાં મારતા હતા.
તેના પતિ સરકારી પ્રેસમાં નોકરી કરે છે. તેની અમદાવાદથી રાજકોટ બદલી થતાં તેની સાથે જસદણ રહેવા ગયા હતા. જયાં નાની-નાની બાબતે બોલાચાલી થતી હતી. તેના જેઠને જમીન લેવાની હોવાથી પતિએ કરિયાવરમાં લાવેલ રૂૂા. 15 લાખ તેને આપી દેવાની વાત કરી હતી. જેનો તેણે ઈન્કાર કરતાં તેનો ખાર રાખી પતિએ મારકૂટ કરી હતી. તેને પ્રેગનન્સી રહી ત્યારે ડોકટરે આરામ કરવાની સલાહ આપી હતી. આમ છતાં પતિ તેને હેરાન કરતો હતો. સાસુ-સસરાએ ઘરે આવી કહ્યું કે તારા પપ્પાના ઘરેથી તારો ત્રીજો ભાગ લઈ આવ. જેઠ-જેઠાણીએ પણ ઘરે આવી ફર્નિચર કામ માટે રૂૂપિયા આપવાનુું કહ્યું હતું.
પુત્રીનો જન્મ થતાં સાસરિયાઓને ગમ્યું ન હતું. જેને કારણે તેને મેણાં મારી કહ્યું કે અમારે તો દીકરો જોઈતો હતો. તેના સાસરિયાઓએ કયારેય પણ તેની પુત્રીને પ્રેમથી બોલાવી નથી કે રમાડી નથી.
પુત્રીના જન્મ પછી ગઈ તા. 17-2-2024 ના રોજ તેને અને તેની પુત્રીને ઘરમાંથી કાઢી મુકી સાસરિયાઓએ કહ્યું કે તારા પિતાને કહે કે 10 તોલા સોનું અને ગાડી ભરીને સામાન આપે. એટલું જ નહીં તેના પતિએ ધમકી આપી હતી કે હવે તે કે તારી પુત્રીએ ઘરમાં પગ મુકયો તો બંને જીવથી જશો, અમારે સમાજના ડરથી કે કોર્ટના પ્રેસરથી તને પાછી લાવી પડશે તો તારૂૂં મર્ડર કરીને આપઘાતમાં ખપાવી તારો કાંટો કાઢી નાખશું. તેના સાસરિયા પક્ષના સભ્યો ઉમિયા પરિવાર સમાધાન પંચમાં ગયા હતા. જયાં પતિએ અત્યાર સુધીનો તમામ પગાર અને બધું સોનું મળે તો જ સમાધાનની વાત કરી હતી.