પીપળિયા ગામેથી ચોકીદારનું અપહરણ, પોલીસે પીછો કરી મુકત કરાવ્યો
નાગલપર ગામે આવેલા રો-હાઉસમાં સાફસફાઇ દરમિયાન ઘર પાછળના છોડ નીકળી જતા માથાકૂટ કરી ઉપાડી લીધો
મોડી રાત્રે છરી-ધારિયા જેવા ઘાતક હથિયારો સાથે આવેલા આઠ શખ્સોએ ધમાલ કરી સીસીટીવી તોડી નાખ્યા
રાજકોટ શહેરમા કુવાડવાનાં પીપળીયા ગામેથી પ્રિન્સ રેસીડેન્સીમા રહેતા અને ત્યા ચોકીદાર આધેડને ત્યા જ રહેતા શખ્સે તેમના સાતેક સાગ્રીતોને બોલાવી છરી, ધારીયા વડે મોડી રાત્રે મોડી રાતે માથાકુટ કરી હતી અને સીસીટીવીમા તોડફોડ કરી નુકસાન કર્યુ હતુ બાદમા આરોપીઓએ ચોકીદારને તેની જ કારમા અપહરણ કરી કુવાડવા તરફ લઇ જતા હતા આ સમયે બિલ્ડરે 100 નંબર પર કોલ કરતા ક્રાઇમ બ્રાંચ અને સ્થાનીક પોલીસે આરોપીઓનો પીછો કરતા રસ્તામા આરોપીઓ ચોકીદારને મુકી ફરાર થઇ ગયા હતા આ ઘટનામા પોલીસે અપહરણ, નુકસાન અને રાયોટ સહીતની કલમ હેઠળ ગુનો નોંધી તજવીજ શરુ કરી છે.વધુ વિગતો મુજબ ન્યુ જાગનાથ પ્લોટ શેરી નં 41 મા રહેતા મનીષભાઇ હરસુખભાઇ વૈધ (ઉ.વ. પ3) એ નાગલપર ગામે કલરવ સોસાયટીમા રહેતા અજયભાઇ પરસોડા (કોળી) અને તેમના 7 જેટલા સાગ્રીતો વિરુધ્ધ અપહરણ, મારામારી અને રાયોટ અંગેની કલમ હેઠળ કુવાડવા પોલીસ મથકમા ફરીયાદ નોંધાવતા પીએસઆઇ આઇ. એ. ભટ્ટી એ તપાસ શરૂ કરી હતી.
મનીષભાઇએ ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓએ થોડાક સમય પહેલા નાગલપર ગામે પોતાનુ રો હાઉસનુ કામ પુરુ કર્યુ છે અને ત્યા આશરે 140 જેટલા મકાન આવેલા છે. આ રો હાઉસની દેખરેખ નાજાભાઇ માટીયા અને તેમના પત્ની જયાબેન (રહે બંને પીપળીયા ગામે) રાખે છે તા રપ નાં રોજ નાજાભાઇને કોલ કરી જણાવ્યુ કે નાગલપર ગામે કલરવ પાર્કમા સાફ સફાઇ કરવાની છે. જેથી તેઓએ ત્યા કલરવ પાર્કમા રહેતા જયંતીભાઇ કોળી અને તેમનાં પત્ની મંજુબેનને કહી સાફસફાઇ કરાવી હતી ત્યારબાદ તા ર7 નાં રોજ જયંતીભાઇનાં પત્ની મંજુબેનનો કોલ આવ્યો કે ત્યા રહેતા અજયભાઇ કોળી અને તેમની પત્ની અમારા ઘર પાછળ આવ્યા અને તમે અમારા ઘરની પાછળ આવેલા છોડ કેમ કાઢી નાખ્યા તેમ કહીને બોલાચાલી કરી હતી જેથી મંજુબેને તેમને કહયુ કે અમે ત્યા આવીએ છીએ ત્યારબાદ સાંજે પાચેક વાગ્યે સાથે કામ કરતા યોગેશભાઇ કુબાવત, હીતેશભાઇ સોની અને પ્રતીક સોની કલરવ પાર્ક ખાતે ગયા હતા અને અજયભાઇ કોળી જે ઘરે હતા નહી એમના પત્ની હાજર હતા. તેમને કહયુ કે જેન્તીભાઇ કે તેમના પત્ની સાથે માથાકુટ કરતા નહી. તેથી બંને પક્ષ વચ્ચે ત્યા સામાન્ય બોલાચાલી થઇ હતી.
ત્યારબાદ તા 28 નાં રોજ રાત્રે નાજાભાઇ માટીયાની પત્ની જયાબેનનો કોલ મનીષભાઇ પર આવ્યો હતો અને તેમણે કહયુ કે અજયભાઇ અને તેમની સાથે આવેલા છ થી 7 જેટલા શખ્સો છરી અને ધારીયા જેવા ઘાતક હથીયાર સાથે ધસી આવ્યા હતા દરવાજો તેમજ સીસીટીવી કેમેરા તોડી અને બહાર બોલાવી નાજાભાઇને કહયુ કે તારા શેઠ મનીષનુ ઘર કયા છે ઘર બતાવ તેમ કહી માથાકુટ કરી અને પતિ નાજાભાઇની કારમા તેનુ અપહરણ કરી લઇ ગયા હતા. આ સમયે મનીષભાઇને બનાવની જાણ થતા તેમને તુરંત 100 નંબરમા કોલ કરી કહયુ કે પોતાની સાઇટ પર ચોકીદારી કરતા નાજાભાઇનુ કારમા અપહરણ કર્યુ છે અને રાજકોટ કાર તરફ આવે છે. આ ઘટના બાદ કુવાડવા તરફ પહોંચતા આરોપીઓને પોલીસ પકડી લેશે તેવી જાણ થતા નાજાભાઇને તેમની કારમા જ મુકીને અધ્ધ વચ્ચેથી ઉતરી ગયા હતા . ત્યારબાદ કુવાડવા પોલીસ મથકે પહોંચી આરોપીઓ વિરુધ્ધ ફરીયાદ નોંધાવતા પીઆઇ રજીયાની રાહબરીમા પીએસઆઇ ભટ્ટીએ તપાસ શરૂ કરી હતી.