પાટડીમાં વોન્ટેડ બુટલેગરે વેપારીને ઢોરમાર માર્યો
દારૂની બાતમી આપ્યાની શંકાએ મચાવેલો આતંક, પોલીસની આબરૂનું લીલામ
પાટડી તળાવની પાળ પાસે આવેલ મકાનમાં દારૂૂની બાતમી મળતા એલસીબી ટીમે તા. 8ના રોજ રેડ કરી હતી. જેમાં 6.24 લાખનો દારૂૂ પકડાયો હતો. આ કેસમાં ફરાર અને ભાજપના કાર્યકરે દારૂૂની બાતમી આપી હોવાનો વહેમ રાખી એક યુવાનને ઢોર માર માર્યો હતો. જેની પાટડી પોલીસ મથકે ભાજપના કાર્યકર એવા બુટલેગર સહિત પાંચ આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
સુરેન્દ્રનગર એલસીબી પીઆઈ જે.જે.જાડેજાની સુચનાથી સ્ટાફના પી.એન.ઝાલા, દશરથભાઈ, સંજયભાઈ સહિતનાઓ ગત તા. 8-5ના રોજ પાટડી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. જેમાં પાટડીની વંદે માતરમ સોસાયટીમાં રહેતો રાકેશ ઉર્ફે રાકલો દશરથભાઈ ઠાકોર તેના કબજા ભોગવટાના તળાવની પાળે આવેલ ઘરમાં વિદેશી દારૂૂ રાખતો હોવાની બાતમી મળતા પોલીસે રેડ કરી હતી. જેમાં ઘરમાં રહેલ સફેદ કલરની પાણીની ટાંકીમાંથી પાણી ખાલી કરી તેને દુર કરતા નીચે કરેલા ખાડામાંથી દારૂૂ અને બિયર મળી આવ્યા હતા.
જેમાં પોલીસે દારૂૂના ચપલા અને બીયરના ટીન સહિત કુલ રૂૂ. 6.24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. હાજર ન મળી આવનાર આરોપી રાકેશ ઉર્ફે રાકલા દશરથભાઈ ઠાકોર સામે પાટડી પોલીસ મથકે ગુનો નોંધી તેને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરાઈ હતી. આ રેડમાં બુટલેગર ભાજપનો કાર્યકર હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. શીવ બંગલોઝમાં રહેતા 30 વર્ષીય મીઠાના વેપારી હાર્દીક પ્રજાપતીએ કરી હોવાનું બુટલેગર રાકેશ માનતો હતો.તા. 14-5ના રોજ રાત્રે 3 કલાકે હાર્દીકભાઈ તેમના ઘરે હતા ત્યારે તેમના ડ્રાઈવર રાજેશભાઈએ ફોન કરી તેઓને દવાખાનાના કામે બોલાવ્યા હતા. અને બન્ને કારમાં જતા હતા. ત્યારે કારમાં રાકેશ ઠાકોર અને કીશન મેરૂૂભાઈ ઠાકોર આવીને બેસી ગયા હતા.
અને કાર બાજપાઈનગર બાજુ લઈ તે કેમ મારી ઉપર દારૂૂની રેડ કરાવી તેમ કહી બોલાચાલી કરી રાકેશ ઠાકોર, કીશન ઠાકોર, અશોક દશરથભાઈ ઠાકોર, અશોક ઉર્ફે ડોટાળો દેકાવાડીયા અને અમૃત ઉર્ફે ડોડી વેલાભાઈએ લોખંડના પાઈપ, લાકડાના ધોકા અને બેટ વડે હાર્દીકભાઈ તથા તેમના ડ્રાઈવર રાજેશભાઈને માર માર્યો હતો. અને તારે જયાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી લેજે, હું કોઈનાથી બીતો નથી, હવે પછી હાથમાં આવીશ તો જાનથી મારી નાંખવાનો છે. તેવી ધમકી આપી હતી. આ અંગે રાકેશ ઠાકોર સહિત 5 આરોપીઓ સામે પાટડી પોલીસ મથકે મારામારી અને જાનથી મારી નાંખવાની ધમકીની ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ ભારતસીંહ જાડેજા ચલાવી રહ્યા છે.