ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

હનીટ્રેપમાં ફસાવી રૂા.7.25 લાખ પડાવી નાશી છૂટનાર વોન્ટેડ આરોપી પકડાયો

12:21 PM Apr 15, 2025 IST | Bhumika
Advertisement

અગાઉ આ શખ્સ ચરોલી પોલીસ મથકમાં આ પ્રકારના ગુનામાં પકડાયેલ

Advertisement

જામનગરની ખોડીયાર કોલોનીમાં બે મહિના અગાઉ એક વ્યક્તિને હનીટ્રેપમાં ફસાવી રૂૂ.7.25 લાખ પડાવવાના ગુનામાં વોન્ટેડ સુરતના શખ્સને સુરત શહેર એસઓજીએ ઝડપી પાડી તેનો કબજો જામનગર પોલીસને સોંપ્યો છે.હનીટ્રેપના આ બનાવમાં પોલીસ બનીને ગયેલો શખ્સ અગાઉ પણ પકડાયો છે, અને વર્ષો અગાઉ માલેતુજાર પગેથ ને પણ ફસાવી પૈસા પડાવતાં પકડાયો હતો.

સુરત એસઓજીના એએસઆઈ ઇમ્તિયાઝ ફકરૂૂમોહમદ અને હેડ કોન્સ્ટેબલ જગશીભાઈ શાંતીભાઈને મળેલી બાતમીના આધારે એસઓજીની ટીમે કાપોદ્રા ચાર રસ્તા પાસેથી હરેશ ઉર્ફે નવુ હિંમતભાઈ ખેરાળા (ઉ.વ.30, રહે.મકાન નં.150, ગીતાનગર, સીતાનગર ચોક, પુણાગામ, સુરત. મૂળ રહે.ઘેટી ગામ, તા.પાલીતાણા, જી.ભાવનગર) ને ઝડપી લીધો હતો.

સુરત એસઓજીએ તેની પુછપરછ કરતાં જાણવા મળ્યું હતું, કે પોતાના હમવતની મિત્ર હિતેન ચોહાણ અને તેની માતા સંગીતાબેન તેમજકાળભાઈ બારૈયા તથા હિતેનના બીજા મિત્ર હિતેન ચૌહાણ સાથે જામનગર ગયો હતો, અને ત્યાં હિતેને તેની માતા સંગીતાબેને એક વ્યક્તિને જામનગરમાં ખોડીયાર કોલોની ખાતે એક મકાનમાં ખોટા કામ માટે બોલાવ્યો છે, અને આપણે ત્યાં પોલીસ બનીને રેડ કરવાની છે, તેમ કહેતાં તે સાથે ગયો હતો.

બાદમાં તે હિતેન, રાજુભાઈ, નિતીનભાઈ રબારી તથા અન્ય બે અજાણ્યા શખ્સ સાથે જામનગર ખોડીયાર કોલોનીના એક મકાનમાં ગયો હતો, અને ત્યાં રૂૂમમાં એક વ્યક્તિ તથા હિતેનની માતા કંઢગી હાલતમાં હોય બધાએ પોલીસની ઓળખ આપી તે વ્યક્તિને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂૂ.6 લાખ આંગડીયા મારફતે મંગાવ્યા હતા, અને બીજા રૂૂ.1.25 લાખા પણ ધમકી આપી કાળુભાઈ બારૈયાએ કઢાવ્યા હતા.

જામનગર સીટી સી. પોલીસા સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં તે વોન્ટેડ હોવાથી એસઓજીએ તેનો કબ્જો જામનગર પોલીસને સોંપ્યો હતો.સાડી ઉપર સ્ટોના લગાવવાનું કામ કરતો હિરેન કે જે સુરતના જહાંગીરપુરા અને ચરોલી પોલીસ મથકમાં પણ હનીટ્રેપના ગુનામાં ઝડપાયો હતો.

Tags :
crimegujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement