ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વિનાયકનગરના ધો. 9 પાસ યુવાને પોલીસમાં નોકરી મેળવવા જતાં આઠ લાખ ગુમાવ્યા

04:09 PM Nov 15, 2025 IST | admin
Advertisement

શહેરના ગોંડલ રોડ પરના વિનાયકનગર શેરી નં.એ-17માં રહેતાં અને ટેમ્પો ચલાવતાં ધો.9 પાસ સાજીદ મંગાભાઈ પઠાણ (ઉ.વ.25)ને પોલીસમાં તરીકેની નોકરી અપાવી દેવાના બહાને ગઠીયા મનહર રવજી ત્રાડા ઉર્ફે મયુર પટેલે (રહે. અગાઉ નાગેશ્વર સોસાયટી શેરી નં.3, જામનગર રોડ) રૂૂા.8 લાખ પડાવી ઠગાઈ કર્યાની માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

Advertisement

પોલીસને સાજીદે જણાવ્યું કે તે ભલે ઓછું ભણ્યો છે પરંતુ તેને સરકારી નોકરીની ખૂબજ ઈચ્છા હોવાથી પિતા મારફત બાબુ લઢેરના સંપર્કમાં આવ્યો હતો. જેણે કહ્યું કે મારો એક મિત્ર છે. જેણે ઘણાં છોકરાઓને સરકારી નોકરી અપાવી છે. હમણાં ખાનગી રીતે ભરતી થવાની છે. તારે આ સીટમાં ભરતી થવું હોય તો મારા તે મિત્રનો કોન્ટેકટ કરાવી આપું. તેણે હા પાડતાં મયુર પટેલ નામ ધારણ કરનાર ગઠીયાનો કોન્ટેકટ કરાવ્યો હતો.

જેણે તેને ત્રણ સિંહના મ્હોરાવાળું આઈકાર્ડ બતાવી કહ્યું કે હમણાં પોલીસની ભરતી થવાની છે. તારી ઈચ્છા હોય તો તું મને રૂૂા.60 હજાર ઓવે. એટલે હું તારી સીટ બુક કરાવી દઉં. બે-ત્રણ દિવસ પછી તેને રૂૂા. 60 હજાર આપ્યા હતા. તેના બે-ત્રણ દિવસ બાદ ફરીથી કોલ કરી કહ્યું કે ગાંધીનગર તારી નોકરીની સીટ પાકી કરવા વધુ રૂૂા.3 લાખ આપવા પડશે. જેથી તે રકમ પણ આપી દીધી હતી.

તેના થોડા સમય બાદ ફરીથી કોલ કરી કહ્યું કે હથિયારધારી પોલીસમાં નોકરી કરવિીહોય તો રૂૂા. 32,700 ભરવા પડશે. તેણે હા પાડી તે રકમ પણ આપી દીધી હતી. ત્યાર પછી ફરીથી કોલ કરી કહ્યું કે રૂૂા. 32,700 નહીં રૂૂા.1.32 લાખ આપવાના હતા. જેથી વધુ રૂૂા.1 લાખ આપ્યા હતા. તેના થોડા દિવસ બાદ તેને કોલ કરી કહ્યું કે બે છોકરા આ નોકરીમાં વચ્ચે આવે છે અને કહે છે કે અમને કાંઈક આપો નહીંતર અમે આ નોકરીમાં આડા પડશું.

આ રકમ આપવા પણ તૈયાર થઈ જઈ વધુ રૂૂા.1.50 લાખ આપ્યા હતા. આ પછી વધુ રૂૂા.50 હજાર આપતાં મયુર પટેલે કહ્યું કે તારે જૂનાગઢ ટ્રેનિંગમાં જવાનું છે. ગત મે મહિનામાં ટ્રેનિંગની તારીખ જતી રહેતાં તેણે નોકરી બાબતે પૂછતાં કહ્યું કે વારંવાર ફોન કરવો નહીં, મળવા પણ આવવું નહીં. જેને કારણે શંકા જતાં તપાસ કરી હતી. તે વખતે જાણવા મળ્યું કે મયુરનું સાચું નામ મનહર રવજી ત્રાડા છે અને તે નાગેશ્વર સોસાયટી- 3માં રહે છે. હવે મકાન ખાલી કરી જતો રહ્યો છે. આ રીતે અત્યાર સુધી તેની પાસેથી કટકે-કટકે રૂૂા. 7.97 લાખ લીધા હતા. જેથી આખરે ફરિયાદ કરી હતી.જેના આધારે માલવીયા નગર પોલીસે આરોપીને ઝડપી લેવા તજવીજ શરૂૂ કરી છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement