સુલતાનપુરના પીઆઇ ખાચર સામે ખોટા આક્ષેપો બાબતે ગ્રામજનોમાં રોષ, બદલી થશે તો આંદોલન
તાજેતરમાં સુલતાનપુર પોલિસના પીઆઇ જે.એ.ખાચર સામે માર મારવા અંગે થયેલા આક્ષેપ બાદ ગ્રામજના તેમની તરફેણમાં આવ્યા છે. ેઅમુક સોશ્યલ મીડિયામાં પીઆઇ વિરુદ્ધ આક્ષેપોનો મારો ચડાવી રહ્યા છે ત્યારે સુલતાનપુર ગ્રામ જનોને પીઆઇ ખાચરની નિષ્ઠાને પ્રામાણિક તાથી તેમની કામગીરીથી સંતોષ છે. સુલતાનપુર ગામે ચાર માસથી તેમની નિમણુકથી આ વિસ્તારમાં અસામાજિક તત્વો પર જાણે પહાડ પડ્યો હોય તેમ તમામ અસામાજિક બદી ઓ પર રોક લાગી ગઈ છે જેના લીધે ઘણા માથા ભારે શખ્સો બુટલેગરો દેશી દારૂની ભઢી ચલાવતા લોકો તથા અમુક પીળી પત્રકારીત્વની દુકાનો બંધ થઈ જતા ઘણાના પેટમાં તેલ રેડાયું છે.
પીઆઇ જે.એ.ખાચર વિરુદ્ધ આક્ષેપ બાજી કરનાર કહેવાતા અમુક શોસ્યલ મીડિયાના પત્રકાર તથા યુ ટુંબરો ખુદ અનેક ગુન્હાના આરોપી ઓ હોઈને તેવોના કહ્યા ગરા ન થતા આ ઇમાદાર પી આઈ ખાચર પર આક્ષેપો તથા ગ્રામજનો દ્વારા ગૃહમંત્રી અને ડીજી તથા આઈજી તથા જિલ્લા પોલીસ વડાને પી આઈની કામગીરીનો સંતોષ છેને તેમના વિરુદ્ધ શોસ્યલ મીડિયામાં અમુક લોકો દ્વારા થતા આક્ષેપો વાહિયાત હોઈને પ્રામાણિકને કડક અધિકારીનું મોરલ ડાઉન કરવાની ચેષ્ટા અમુક અસામાજિક તત્વો કરી રહ્યા હોવાની પીઆઇ તરફે રજૂઆત કરી છે.
સુલતાનપુર પંથકના ગ્રામજનો સરપંચો ખેડૂતો વ્યાપારી ઓ એ એક ઉચ્ચ કક્ષા એ રજુવાત કરીને પીઆઇની પ્રામાણિકતા સામે આગલી ચિધતા તત્વોને ઓળખી જવાને અધિકારીઓને બિન જરૂૂરી ખોટી આક્ષેપ બાજીથી રક્ષણ આપવા ગ્રામ જનો દ્વારા રાજ્યના ગૃહમંત્રીને સંબોધી રજુવાત કરતો પત્ર લખેલ છે જેમાં જણાવ્યું છે કે, સુલતાનપુર ગ્રામ જનો તથા આજુ વિસ્તારના લોકો આપ સમક્ષ અમારી લાગણી દર્શાવી એ છીએ કે સુલતાનપુર પોલીસ સ્ટેશન બન્યા બાદ છેલ્લા 4 માસથી પ્રથમ વખત એક ફરજ નિષ્ઠને પ્રામાણિક પી.આઈની નિમણુક થઈ છે જે પી.આઈ ખાચરની નિમણુકથી સુલતાનપુર તથા આ વિસ્તારની પ્રજામાં હાશકારો અનુભવાયો છે આ અધિકારીથી આ વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિ જેવી કે દેશી ઈંગ્લીશ દારૂ વર્લી મટકા જુગાર તથા માથા ભારે તત્વો પર રોક લાગી ગઈ છે જેથી અમો ગ્રામ્ય વિસ્તાતના ખેડૂતો વેપારી ઓ સેફટી મહેસુસ કરી રહ્યા છીએ પીઆઇ જે.એ.ખાચરની બદલી કરવવા માટે આક્ષેપ કરાયા છે.
રજુવાત છતાં જો પીઆઇની બદલી કે તેમની સામે ખાતાકીય પગલાં લેવામાં આવશે તો ગ્રામજનો લોકો આંદોલન છેડસે તેવી રજુવાત કરવા માં આવેલ છે.