VIDEO: પરણિત મહિલાને પ્રેમ કરવાની મળી તાલિબાની સજા! 15 લોકોના ટોળાએ પરિણીતાને નિર્વસ્ત્ર કરી આખા ગામમાં ફેરવી
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢાલસીમળ ગામમાંથી માનવતાને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. 35 વર્ષીય પરિણીત મહિલાને પ્રેમ કરવાની તાલીબાની સજા માલ ઈચ્છે. મહિલા પર સ્થાનિક લોકોએ અમાનવીય અત્યાચાર કર્યો છે. પરિણીતા તેના પ્રેમીના ઘેર મળવા ગઇ ત્યારે તેને ઘરમાંથી બહાર કાઢી અર્ધ નગ્ન હાલતમાં ઢોરમાર મારી અને બાઇક પાઠળ સાંકળથી બાધી રોડ દોડાવી હતી. આ ઘટનાઓ વિડીયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. 15 લોકોના ટોળાએ તેને નિર્વસ્ત્ર કરી માર માર્યો હતો.
આ અંગેની મળતી માહિતી અનુસાર ઘટના 28મી જાન્યુઆરીએ બની હતી. સંજેલી તાલુકામાં રહેતી 35 વર્ષની પરિણીતાને ગામમાં રહેતા ગોવિંદ લાલસીગભાઇ રાઠોડ સાથે પ્રેમ સંબંધ હતો. 28 જાન્યુઆરીના રોજ પરિણીતા તેના પ્રેમી ગોવિંદભાઇના ઘેર હાજર હતી ત્યારે ઢાલસીમળ, સંતરામપુર, ગલાલપુરા અને રુપાખેડા ગામના શખ્સો ગોવિંદના ઘરમાં ઘૂસી ગયા હતાં અને પરિણીતાને પ્રેમીના ઘરમાંથી બહાર કાઢી તેને ઢોર માર માર્યો હતો અને બાદમાં નિર્વસ્ત્ર કરીને બાઇકના કેરિયર સાથે સાંકળથી બાંધી ગામમાં ફેરવી હતી. આટલું જ નહીં, આરોપીઓએ આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર વાઇરલ પણ કર્યો હતો.
આ વાયરલ થયેલ વિડ્યોમાં જોવા મળે છે કે, 15 લોકોના ટોળાએ એક મહિલાને ઘેરીને તેના કપડા તેનાં કપડાં કાઢી નાંખે છે. મહિલા આજીજી કરત ઈને ચીસો પડતી જોવા મળે છે પરંતુ કોઈ વ્યક્તિ તેને બચાવા આગળ આવતું નથી. નિર્વસ્ત્ર મહિલાને દોડાવી દોડાવીને ધોકા વડે માર મારે છે.
આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં પોલીસ દોડતી થઇ હતી. અને વિડીયો ની જન થતાં જ પોલીસ તુરંત જ ઘટના સ્થળે પહોંચી હતી. પીડિત મહિલાએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતાં પોલીસે 15 પૈકી 12 આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી કરી છે. જ્યારે અન્ય ત્રણની શોધખોળ ચાલુ છે. આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી છે.