For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સબ જેલમાં કેદીઓનો સીનસપાટાનો વીડિયો વાઇરલ

04:40 PM Jan 06, 2025 IST | Bhumika
સબ જેલમાં કેદીઓનો સીનસપાટાનો વીડિયો વાઇરલ

જેલમાં પ્રતિબંધિત વસ્તુઓની મનાઇ હોવા છતા અવાર-નવાર કેદીઓ પાસેથી મોબાઇલ, ફાકી, બીડી મળી આવે છે. કેદીઓ દ્વારા અંદરનો વીડિયો ઉતારી વાઇરલ કરવાના કિસ્સા અનેકવાર સામે આવ્યા છે. ત્યારે સબજેલમાં કેદીઓનો સીનસપાટા કરતો વધુ એક વીડિયો સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયો છે.

Advertisement

વાઇરલ વીડિયોમા ચાર જેટલા કેદીઓ જેલની અંદર બેરેકમાં મોજ-મસ્તી કરતા હોવાનુ અને મોબાઇલમાં વાત કરવાનુ અને સિગારેટ પીતા હોવાનુ નજરે પડે છે. જો કે, આ વીડિયો કઇ જેલનો છે. તેની પુષ્ટી ગઇ શકી નથી. જો કે આ વિડિયો રાજકોટ જેલનો ન હોવાનું જાણવા મળ્ળ્યું છે. પરંતુ મોબાઇલ અને સિગારેટ સહિતની વસ્તુઓ જેલમાં પહોંચતી હોવાથી તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. વાઇરલ વીડિયો કઇ જેલનો છે. તે અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement