રેલનગરની સગીરાનો વિડિયો વાઇરલ, મામા ગ્રાહક લઇને આવતા સાહીલ સાથે ભાગી !
રાજકોટનાં રેલનગરમા રહેતી 1પ વર્ષની સગીરાનુ પડધરીનાં વિધર્મી શખ્સ સાહીલ સંઘારે અપહરણ કર્યાની સગીરાનાં માતાએ પોલીસમા જાણ કરી હતી આ ઘટનામા હવે નવો વળાંક આવ્યો છે અને હવે સોશ્યલ મીડીયામા અપહરણ થયેલી સગીરાનો સનસનીખેજ વીડીયો વાઇરલ થયો છે જેમા સગીરાએ તેમના માતા અને તેમનાં મામા પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે અને પોતે પોતાની મરજીથી સાહીલ સાથે આવી હોવાનુ જણાવ્યુ છે જો કે પરીવારે તેમની દિકરીનુ સાહીલે બ્રેઇન વોશ કરાવી નાખ્યુ હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ સગીરાને તેનાજ મામાએ સાહીલ સાથે વાત કરતા પકડી હોવાથી આરોપી લગાવતી હોવાનુ તેમના માતાએ જણાવ્યુ હતુ.
આ સમગ્ર ઘટનામા ગઇકાલે સગીરાએ સાહીલનુ ઇન્સ્ટાગ્રામમા એક વીડીયો અપલોડ કર્યો હતો જેમા તેમણે જણાવ્યુ હતુ કે હુ મારી મરજીથી સાહીલ સાથે આવી છુ. મારા મામા અડધી રાત્રે કસ્ટમર લઇને આવ્યા હતા અને મે ના પાડી દેતા તેમણે મને માર મારીને ઘરમાથી કાઢી મુકી હતી અને મારા મમ્મી શું ધંધો કરે છે તે રાજકોટને ખબર છે. મારા મમ્મી કરે એ મારે પણ કરવાનુ ? તેમજ હુ 3 વર્ષથી સાહીલને ઓળખુ છુ અને મારા મમ્મીને પણ અમારા સબંધની ખબર છે.
બીજી તરફ પુત્રીનો વીડીયો વાઇરલ થતા માતાએ આક્ષેપો સાથે જણાવ્યુ હતુ કે સાહીલ સંઘાર અગાઉથી પરણીત છે અને સાહીલ પર તેની જ પત્નીએ ભરણપોષણનો કેસ કર્યો છે. 1પ વર્ષની સગીરા પરીવાર વિરુધ્ધ થઇ જતા તેનુ બ્રેઇન વોશ કરવામા આવ્યુ હોવાની શકયતા છે તેમજ તેણીનાં મામા 8 દિવસ પહેલા જેલમાથી છુટયા છે. એટલા માટે તેમની પર ખોટા આક્ષેપો કરી રહી છે. આ સમગ્ર ઘટના મામલે હાલ પ્રનગર પોલીસના પીઆઇ વસાવા અને સ્ટાફ દ્વારા તટસ્થ તપાસ કરી ખરેખર આ ઘટના પાછળ હકીકત છે તે જાણવા તજવીજ શરૂ કરી છે.