For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વેરાવળના દૂષ્કર્મના આરોપીનો કેશોદ નજીક હોટેલના બાથરૂમમાં એસિડ પી આપઘાત

11:24 AM Jan 24, 2025 IST | Bhumika
વેરાવળના દૂષ્કર્મના આરોપીનો કેશોદ નજીક હોટેલના બાથરૂમમાં એસિડ પી આપઘાત

એસિડની બોટલ છીનવવાનો પ્રયાસ કરતા ASI  દાઝયા : ‘અમરે’ ‘ધવલ’ બની યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી

Advertisement

ગીર સોમનાથ જિલ્લાના એક દુષ્કર્મ કેસના આરોપીએ એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગીર સોમનાથ પોલીસે બાતમીના આધારે આરોપીને અમદાવાદથી પકડ્યો હતો. પરત ફરતી વખતે કેશોદ હાઈવે નજીક એક હોટલના બાથરૂૂમમાં લઘુશંકા માટે લઈ જવાયો ત્યારે આરોપીએ ત્યાં રાખેલા એસિડથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેના હાથમાંથી એસિડની બોટલ છીનવવાનો પ્રયાસ કર્યો, એ દરમિયાન એક પોલીસકર્મી પણ ચહેરાના ભાગે દાઝ્યો હતો. આરોપીને ગંભીર હાલતમાં જૂનાગઢથી રાજકોટ ખસેડાયો હતો. આરોપીને તાત્કાલિક કેશોદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

Advertisement

ત્યાંથી વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. તેની તબિયત વધુ લથડતાં હાલ રાજકોટની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. જેથી જેનુ સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોક છવાઇ ગયો છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ડારી ગામના 29 વર્ષીય અમાર ઉર્ફે અમર હાજીબાઈ જીકાણી વિરુદ્ધ બળાત્કાર અને એટ્રોસિટીનો ગુનો નોંધાયો હતો. આરોપીએ પોતાની ઓળખ ધવલ તરીકે આપી એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. આરોપી સામેની ફરિયાદ મુજબ, તેણે યુવતીને ફોન પર હેરાન કરી, આત્મહત્યાની ધમકી આપી હતી.

4 ઓક્ટોબર 2023ના રોજ વેરાવળની એક હોટલમાં અને ત્યાર બાદ અમદાવાદની વિવિધ હોટલોમાં લગ્નનું આશ્વાસન આપી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. યુવતીએ લગ્નની વાત કરતાં આરોપીનો અસલી ચહેરો સામે આવ્યો હતો, જેથી પીડિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામા પોલીસમાથી જાણવા મળ્યું હતુ કે અમર છ બહેનનો એકનો એક ભાઇ હતો. પોતે બે મહિનાથી ઘરેથી ભાગી અમદાવાદ બાજુ રહેતો હતો. તેની પત્નીનુ નામ મરિયમ છે. આરોપી અમરના મોતથી પરિવારમા શોક છવાઇ ગયો છે અને આ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામા આવી રહી છે. ગીર સોમનાથ જીલ્લાની પોલીસ આરોપીને અમદાવાદથી કેશોદ લઇ જતી ત્યારે કેશોદ નજીક બાથરૂમમા એસીડ પી લીધુ હતુ જેમા તેમને બચાવવા જતા ASI પણ દાઝયાં હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement