સલમાનને ધમકી પ્રકરણમાં વડોદરાના યુવાનની પૂછપરછ
મુંબઈ પોલીસની પૂછપરછમાં યુવક મનોરોગી હોવાનું ખુલ્યું
બોલિવૂડનાં સ્ટાર સલમાન ખાનને ફરી ધમકી ભર્યો મેલ મળ્યો હતો. જે મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂૂ કરવામાં આવી હતી. અભિનેતાને ધમકી ભર્યો મેલ ગુજરાતનાં વડોદરાનાં વાઘોડિયા ખાતે રહેતા એક શખ્સ દ્વારા કરવામાં આવ્યો હોવાનું મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને માલુમ પડતા મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ વડોદરા ખાતે આવી પહોંચી હતી. તેમજ એક યુવકની કલાકો સુધી પૂછરપર કરી હતી.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અચાનક વાઘોડીયા ખાતે શખ્સનાં ઘરે આવી પહોંચી હતી. તેમજ યુવકની પુછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમ્યાન પોલીસને માલુમ પડ્યું હતુ કે, યુવક માનસિક રોગી હોવાનો ખુલાસો પોલીસ તપાસમાં થયો હતો. જે બાદ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરી પરત મુંબઈ જવા ટીમ રવાના થઈ હતી.
મુંબઈ પોલીસ હાલ અલર્ટ સ્થિતિમાં છે અને સલમાન ખાનના ઘર તથા આસપાસની સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે. નોંધનીય છે કે, અગાઉ પણ અભિનેતા સલમાન ખાનને વિવાદાસ્પદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ અને તેના સાથીદારો તરફથી અનેક વખત ધમકી મળી ચૂકી છે. પોલીસ તપાસમાં જોવાઈ રહ્યું છે કે આ નવા મેસેજ અને અગાઉની ધમકીઓ વચ્ચે કોઈ કડી છે કે નહીં. મુંબઈ ક્રાઈમ બ્રાંચ અને સાયબર સેલ પણ આ મામલે જોડાઈ ગઈ છે જેથી શખ્સની ઓળખ કરી શકાય. હાલમાં સલમાન ખાનના ચાહકો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.