ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વડિયા મામલતદારે ઇકો કારમાં લઇ જવાતો 3994 કિલો અનાજનો જથ્થો કર્યો સીઝ

11:48 AM Apr 22, 2025 IST | Bhumika
Advertisement

એક દિવસમાં બે રેડ પડતા અનાજ માફિયામાં ફફડાટ : લોકોજ સસ્તા અનાજનો જથ્થો ઉંચા ભાવે ફરી વેચતા હોવાનું સામે આવ્યું

Advertisement

સમગ્ર દેશમાં કોરોના કાળથી સસ્તા અનાજની દુકાનો માં જરૂૂરિયાત મંદ ગરીબી રેખા નીચેના લોકોને મફત માં અનાજનો જથ્થો સરકાર દ્વારા આપવામાં આવે છે.આ અનાજ વડિયા વિસ્તાર માં ખાનગી ધંધાર્થીઓ ખરીદ કરી, સ્ટોક કરી ને સપ્લાય કરતા હોવાની બાતમીના આધારે રવિવાર ના દિવસે સવારે ઢોળવા નાકા પાસેથી એક ઇકો કાર માંથી બે નંબર નુ અનાજ ઝડપી કાર્યવાહી કરી હતી.

તો બપોર બાદ વડિયા ઇન્ચાર્જ મામલતદાર અને ઇન્ચાર્જ પુરવઠા નાયબ મામલતદાર દ્વારા બાતમીના આધારે વડિયાના કૃષ્ણપરાના ગાયત્રી ચોક વિસ્તાર માં આવેલા એક ખાનગી મકાન રૂૂપી અમનભાઈ મનસુરભાઈ આદમાણી ના ગોડાઉન માં અનાજનો ગેરકાયદેસર જથ્થો હોવાની બાતમીના આધારે સ્થળ પર રેડ કરતા ઘઉં, ચોખા, ધાણા, ધાણાનું ભુસુ, કપાસ સહિતનો જથ્થો મળી આવ્યો હતો.આ અંગે પૂછપરછ કરતા તેની પાસે કોઈ અનાજ ખરીદ વેચાણ નુ બિલ, જીએસટી નંબર, પેઢીનું નામ, સ્ટોક રજીસ્ટર, રતતફશ નુ લાઇસન્સ ના હોવાથી આ જથ્થો ગેરકાયસર હોવાનુ સામે આવ્યુ હતું. સાથે આ જથ્થા માં 3683.34 કિગ્રા ઘઉં અને 311.14 કિગ્રા ચોખાનો જથ્થો મળી આવતા આ બાબતે તેમની પૂછપરછ કરતા આસપાસ ના વિસ્તાર ના ગામડાઓ માંથી સસ્તા અનાજની દુકાનો માંથી જે લોકો મફત અનાજ લે છે તે એક કિલોના રૂૂપિયા 20 (વિસ ) લેખે ખરીદ કરેલ હોવાનુ જણાવતા સરકાર ના ચોપડે ગરીબી રેખા નીચે ગણાતા કુટુંબો જ આ અનાજ મફત માં ખરીદી ઉંચા ભાવે વેચી સરકાર ને ઉલ્લુ બનાવતા હોવાનુ સામે આવ્યુ હતુ.

અનાજ માફિયાઓ સામે લાલ આંખ કરી ને કડક કાર્યવાહી કરવી ખુબ જ જરૂૂરી બની છે. આ બાબતે ગેરકાયદેસર અનાજનો જથ્થો પકડી વડિયા મામલતદાર ની ટીમે તો પોતાની ફરજનિષ્ઠા દાખવી પરંતુ હવે આ બાબતે સમગ્ર જિલ્લા મા ખોટા ગરીબ બની અનાજ વેંચતા લોકો ની ખરાઈ કરી તેમની પર કોઈ કર્યવાહી થશે કે પછી સબ સલામત ના ગુણગાન ગાવાશે તે તો આવનારો સમય જ બતાવશે. રવિવારની રજાના દિવસે ફરજનિષ્ઠ વડિયા ના ઇન્ચાર્જ મામલતદાર કે આઈ સિંધી અને ઇન્ચાર્જ પુરવઠા નાયબ મામલતદાર કુલદીપસિંહ સિંધવ, દીપકભાઈ મકવાણા સહીત નો સ્ટાફ વાસ્તવ મા અભિનંદન ને પાત્ર છે.

Tags :
crimegujaratgujarat newsVadia Mamlatdar
Advertisement
Next Article
Advertisement