પ0 લાખની ઉઘરાણી, વેપારીના અપહરણમાં વ્યાજખોરી કારણભૂત
ભિસ્તીવાડની ગેંગ ‘વગવાળી’ નીકળી, કોઇને 24 કલાક પોલીસ મથકમાં ન રહેવું પડયું !
પોલીસની નબળી કાગળની કામગીરીથી તમામ આરોપીઓ છૂટી ગયા ?
સૂત્રધાર ઝાહીર પોતાના વ્યાજે આપેલા 1પ લાખ કાઢવા પ0 લાખ કઢાવવાનો હવાલો લીધો’તો !
યુનિવર્સિટી રોડ પરથી વેપારીનું ધોળે દિવસે અપહરણ કરી ઢોરમાર મારવાના ગુનામાં નવો વળાંક આવ્યો છે.આ ઘટનામાં મુખ્ય આરોપી આરોપી ઝહીર સંઘવાણીએ વેપારીને વ્યાજે આપેલા 15 લાખ કઢાવવા આ મોટી રકમનો હવાલો લીધો હોવાનું ખુલ્યું છે.આરોપી અમિત કાચા અને હિરેન ઠૂંમરે કંપની શરૂૂ કરવા ઝહીર પાસેથી રૂૂ.15 લાખ વ્યાજે લીધા હતાં.જે પરત લેવાં ઝહિરે વાત કરતાં બંને ભાગીદારોએ ફરિયાદી આનંદ પટેલ પાસે 75 લાખ લેવાના છે કહીં હવાલો આપ્યો હતો.યુની. પોલીસે હાલ મુખ્ય સૂત્રધાર સહિત સાત શખ્સોને ઝડપી પાડ્યા હતાં.ત્યારે હાલ એવી ચર્ચા થઈ રહી છે કે આરોપીઓએ આવડો મોટો ગંભીર ગુનો આચર્યો છે છતાં જામીન પર છૂટી જતા પોલીસની નબળી કાગળ કામગીરીને લીધે આવું શક્ય બન્યું હોવાની લોકચર્ચાઓ શરૂૂ થઈ છે તેમજ આરોપીઓ ર4 કલાક પણ પોલીસ મથકમા રહયા નહોતા.
વધુ વિગતો એવી છેકે,યુનિ રોડ ટી.એન.રાવ કોલેજ સામે નંદભુમી એપાર્ટમેન્ટમાં રહેતા આનંદભાઈ ગીરધરભાઈ કણસાગરા (ઉ.વ.39) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અમીત પ્રફુલચંદ્ર કાચા, હિરેન ગોરધન ઠૂંમર, જાહિર મહમદરફીક સંધવાણી, સમીર ઉર્ફે ધમો બશીર શેખ, ઇશોભા રિઝવાન દલ (રહે. તમામ રાજકોટ) અને ચાર અજાણ્યાં શખ્સોના નામ આપી જણાવ્યું હતું કે, રાજકોટના સુમીતભાઈ ભીમાણી, અમીત કાચા, ગોરધનભાઈ ઠૂંમર, જીનેશભાઈ મહેતા સાથે પાર્ટનરમાં ઓડીશાના વર્ષ 2018 મા વોટર વે ઇન્ફાકોન નામની ફેક્ટરી ચાલુ કરેલ હતી. ગોરધનભાઈ ઠુંમ્મરનુ નામ પાર્ટનરમાં હોય પરંતુ વહીવટ તેનો દિકરો હીરેન કરતો હતો. ફેક્ટરીમાં આર.સી.સી. પાઈપ બનાવતા હતા અને તે માલ ત્યાની ગવર્મેન્ટના કામમા સપ્લાય કરતા હતા.
બાદ લોકડાઉનની પરિસ્થીતી વચ્ચે કામ ચાલુ રાખેલ પરંતુ ભાગીદાર વચ્ચે પ્રોબ્લેમ થતા વર્ષ 2021 ના અંતમાં ફેક્ટરી બંધ થઈ ગઈ હતી.તે દરમિયાન ફેક્ટરીના નામના ચેક ત્રણેય જણાને સીકયુરીટી પેટે આપેલ હતા.બાદમાં આરોપીઓ વચ્ચે પૈસાની લેતી દેતી મામલે માથાકૂટ શરૂૂ થઈ હતી.
ત્યારબાદ કોર્ટમા નેગોશીએબલ કેસમા મુદત હોય જેથી કોર્ટ ખાતે ગયો હતો તે દિવસે બપોરના યુનીવર્સીટી રોડ ઉપર આવેલ દ્વારીકાધીસ હોટલમા જમવાનુ હોય જેથી ફરિયાદી બપોરના દોઢેક વાગ્યે કોર્ટમાથી નીકળી તેઓનું સ્કૂટર લઈ દ્વારકાધીશ હોટલ ખાતે જમવા જતો હતો તે દરમિયાન એફ.એસ.એલ. કચેરીએ પહોંચતા તેનું આરોપીઓએ અપહરણ કરી રૂૂખડીયાપરામા બે કલાક સાથે બેફામ મારમાર્યો હતો.
આ ઘટના બાદ યુની. પોલીસ મથકના પીઆઈ એચ. એન. પટેલ અને ટીમના પીએસઆઈ વિ. જી.ડોડીયા અને ટીમે આરોપી જાહિર મહમદરફીક સંધવાણી, સમીર ઉર્ફે ધમો બસીર શેખ, નિજામ ઉર્ફે મામો રહીમ સંધવાણી, હિરેન ગોરધન ઠૂંમર અને બે સગીર આરોપીને પકડી કાર્યવાહી કરી હતી.
આરોપીની પૂછતાછમાં જાહિર સંધવાણીએ આરોપી અમિત કાચા અને હિરેન ઠુમમરને ધંધા માટે રૂૂ.15 લાખ વ્યાજે જે તે સમયે આપ્યાં હતાં. જે રૂૂપીયા ઝહિરે પરત માંગતા બંને શખ્સોએ તેમના રૂૂ.75 લાખ ફરિયાદી આનંદભાઈ પાસેથી લેવાના હોવાની તેવી વાત કરી હતી.
તેમજ તેનો હવાલો ઝહિરને આપી પોતાના રૂૂ.15 લાખ તેમાંથી લઈ લેવા અને હવાલામાં અલગથી રૂૂપીયા લેવાની વાત કરતાં ઝહિરે ટોળકી સાથે મળી કારસ્તાન કર્યું હતું.આ ગુનાનો કુખ્યાત આરોપી ઇશોભા દલ હજુ પોલીસના હાથમાં ન આવતાં તેની શોધખોળ યથાવત રાખી છે.