વ્યાજખોરો બેફામ :વેપારી પાસેથી પાંચ લાખના 8.પ0 લાખની પઠાણી ઉઘરાણી
રાજકોટ શહેરમા વ્યાજખોરો બેફામ બન્યા છે. ત્યારે સામાકાંઠે ઇમિટેશનના વેપારીને વ્યાજખોરે પ લાખ રૂપિયા ધંધા માટે આપ્યા બાદ તેમની સામે રૂ. પ.40 લાખ ચુકવ્યા છતા વ્યાજખોર પિતા-પુત્ર સહીત 3 શખ્સો વધુ 8.પ0 લાખની ઉઘરાણી કરતા ત્રણેય સામે પોલીસમા ગુનો નોંધવામા આવ્યો છે. આ મામલે વ્યાજખોરને સકંજામા લેવા બી ડીવીઝન પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
વધુ વિગતો મુજબ ભગવતીપરા યદુનંદન સોસાયટી શેરી નં 1 અમૃત વિલા ર, ફલેટ નં 30ર મા રહેતા મુળ પશ્ર્ચિમ બંગાળના ઇમિટેશનના વેપારી શરીફઅલી શેખ નામના યુવાને પોતાની ફરીયાદમા પેડક રોડ પર ઠાકરધણી હોટલ ચલાવતા મુળજીભાઇ સીંધાભાઇ મુંધવા, નિલેશભાઇ મુળજીભાઇ અને ચા ની દુકાને કામ કરતો ગોકળ વિરુધ્ધ મની લેન્ડ એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામા આવી છે. આ ઘટના મામલે વેપારી શરીફઅલીએ પોતાની ફરીયાદમા જણાવ્યુ હતુ કે પોતાને પોણા બે વર્ષ પહેલા ઇમિટેશનના કામ માટે જગ્યા ભાડે જોઇતી હોય જેથી તેમનો સંપર્ક આર્યનગરમા આવેલા મકાનના માલીક મુળજીભાઇ મુંધવા સાથે થયો હતો અને તેમને ચોખવટ કરતા જણાવ્યુ હતુ કે પોતાને ઇમિટેશનનુ કામ કરવુ હોય અને કારીગરો પણ ત્યા રહે છે તેવુ જણાવ્યુ હતુ જેથી મુળજીભાઇએ 3પ000 નુ ભાડુ કહેતા અંતે રપ000 મા ભાડુ નકકી થયુ હતુ.
ત્યારબાદ વેપારી શરીફઅલીને ઇમિટેશનનુ કામ વધતા તેઓને પૈસાની જરૂર હોય જેથી મુળજીભાઇ પાસેથી 10 ટકા લેખે બે લાખ રૂપિયા માંગ્યા હતા. તેમનુ તે બે મહીના સુધી વ્યાજ ભરતો હતો અને ભાડા સહીત કુલ 90 હજાર રૂપિયા ચુકવ્યા હતા. ત્યારબાદ મુળજીભાઇએ કહયુ કે તમારે વધુ રૂપિયા જોઇતા હોય તો વ્યાજનો દર ઓછો કરી તમને પૈસા આપીશ જેથી તેમણે 3 લાખ રૂપિયાની માગણી કરી હતી અને વ્યાજ 6 ટકા લેખે રાખ્યુ હતુ. ત્યારબાદ મુળજીભાઇ મુંધવાએ ફરીયાદીના સહીવાળા બે ચેક જેમાથી એક ચેકમા ર લાખની રકમ લખાવી હતી અને મુળજીએ વેપારીને જણાવ્યુ કે તારે પાંચ લાખના 6 ટકા લેખ દર મહીને વ્યાજ ચુકવવાનુ રહેશે.
ત્યારબાદ વેપારી દર મહીનાની 1 થી 10 તારીખની વચ્ચે દુકાનનુ ભાડુ અને વ્યાજનો હપ્તો આપતો હતો. તેમજ હપ્તો ચુકાય જાય તો મુળજીભાઇની હોટલે કામ કરતો ગોકળ ફોન કરી પૈસાની ઉઘરાણી કરતો હતો આમ વેપારીએ વ્યાજખોર મુળજીભાઇને પાંચ લાખના પ.40 લાખ ચુકવી દીધા છતા વધુ સાડા આઠ લાખ રૂપિયાની માગણી કરી ધમકી આપી હતી.
ઠાકરધણી હોટલે વેપારીને બોલાવી ફડાકો ઝીંકયો અને મકાન ખાલી કરવાની ધમકી આપી
વ્યાજખોર મુળજીભાઇના પુત્ર નિલેશ વેપારી શરીફઅલીને પોતાની પેડક રોડ પર આવેલી ઠાકરધણી હોટલે પૈસા બાબતે બોલાવ્યો હતો અને આ મામલે માથાકુટ કરી અને નિલેશે કહયુ કે આપણે ઉ5ર ઓફીસમા બેસીને વાત કરીએ જેથી વેપારીએ કહયુ કે પોતાને દવાખાનાનુ કામ હોય જે વાત કરવી હોય તે અહીંયા કરો. જેથી ઉશ્કેરાઇ ગયેલા નિલેશે વેપારીને ફડાકો ઝીકી અને મકાન ખાલી કરવુ હોય અને સામાન જોઇતો હોય તો તમને આપેલા પૈસા વ્યાજ સહીત વધુ રૂપિયા 8.પ0 લાખ આપવા પડશે તેવી ધમકી આપી ઢીકાપાટુનો માર માર્યો હતો.